પ્રીતિ ઝિંટાને આપ્યો મોટો ઝટકો, PBKS Vs DC મેચ પર લીધો આ નિર્ણય

પ્રીતિ ઝિંટાને આપ્યો મોટો ઝટકો, PBKS Vs DC મેચ પર લીધો આ નિર્ણય

05/13/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

પ્રીતિ ઝિંટાને આપ્યો મોટો ઝટકો, PBKS Vs DC મેચ પર લીધો આ નિર્ણય

IPL 2025 સ્થગિત રાખવા અગાઉ ધર્મશાળામાં રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રોકી દેવામાં આવી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરી રહી હતી અને જ્યારે મેચ બંધ કરવામાં આવી ત્યારે તેનો સ્કોર 10.1 ઓવરમાં 122 રન હતો. જો પંજાબ આ મેચ જીતી જતી, તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરનારી પ્રથમ ટીમ બની જતી. હવે જ્યારે BCCIએ નવા શેડ્યૂલની જાહેરાત કરી છે, ત્યારે શ્રેયસ ઐયર એન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ વર્ષે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે 22 મેચ રમી છે, જેમાંથી તેણે 7 જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. પંજાબ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. અક્ષર પટેલના નેતૃત્વવાળી દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફની રેસમાં છે. આ ટીમ પણ મજબૂત દેખાતી હતી, પરંતુ ધર્મશાળામાં દિલ્હીના બોલરો પંજાબ સામે ઘૂંટણ ટેકતા જોવા મળ્યા. હવે આ મેચ અંગે સત્તાવાર અપડેટ આવી ગયું છે, જે પંજાબ માટે કોઈ ઝટકાથી ઓછું નથી.


પંજાબ વર્સિસ વિરુદ્ધ દિલ્હી મેચ ફરી શરૂ થશે

પંજાબ વર્સિસ વિરુદ્ધ દિલ્હી મેચ ફરી શરૂ થશે

ચાહકોના મનમાં સવાલ હતો કે શું પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી તેને રોકી દેવામાં આવી હતી કે પછી ફરીથી શરૂ કરવામાં આવશે. BCCIએ નવા શેડ્યૂલની જાહેરાત કરી છે, જેમાં આ મેચનો પણ સમાવેશ થાય છે. આ મેચ પહેલા બોલથી શરૂ થશે, એટલે કે મેચ ફરીથી રમાશે.


પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે?

પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે?

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ 24 મે, શનિવારના રોજ રમાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ફાઇનલ 3 જૂને રમાશે.  IPL 2025ની બાકીની મેચો 17 મેથી શરૂ થઈ રહી છે, પહેલી મેચ RCB vs KKR હશે જે બેંગ્લોરમાં રમાશે. લીગ સ્ટેજની 13 મેચ 6 સ્થળોએ રમાશે જેમાં 2 ડબલ હેડર હશે. પ્લેઓફ મેચોની તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top