આવું પહેલી વખત થયું, મેચ અગાઉ સાયકલ ચલાવીને સ્ટેડિયમ પહોંચ્યા ક્રિકેટર્સ; જુઓ વીડિયો

આવું પહેલી વખત થયું, મેચ અગાઉ સાયકલ ચલાવીને સ્ટેડિયમ પહોંચ્યા ક્રિકેટર્સ; જુઓ વીડિયો

06/04/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

આવું પહેલી વખત થયું, મેચ અગાઉ સાયકલ ચલાવીને સ્ટેડિયમ પહોંચ્યા ક્રિકેટર્સ; જુઓ વીડિયો

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વિલંબથી  શરૂ થઈ હતી. લંડનમાં બંને ટીમોની બસો ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. જેના કારણે ખેલાડીઓ સમયસર સ્ટેડિયમ પહોંચી શક્યા નહોતા. યજમાન ઇંગ્લેન્ડના ખેલાડીઓએ બસમાંથી ઉતરીને સાયકલથી સ્ટેડિયમ પહોંચવાનો નિર્ણય લીધો. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ મેચ અગાઉ વોર્મ-અપ માટે સમય પર પહોંચી ગયા હતા, પરંતુ વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ બસમાં જ ફસાઈ રહ્યા અને ટોસના નિર્ધારિત સમયથી 10 મિનિટ મોડા પહોંચ્યા હતા.


ટોસ 40 મિનિટ વિલંબથી થયો

ટોસ 40 મિનિટ વિલંબથી થયો

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે હસતા કહ્યું કે, ‘અમારે પગપાળા આવવું જોઈતું હતું.' બ્રિટનની ન્યૂઝ એજન્સી અનુસાર, વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓની હોટેલ ઓવલથી 5 કિલોમીટર દૂર હતી. ટોસ 40 મિનિટ વિલંબથી થયો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જો કે, વેસ્ટ ઇન્ડીઝે 3 ફેરફારો કર્યા અને પ્લેઇંગ ઇલેવનમાં શમર જોસેફ, શેરફેન રધરફોર્ડ અને એવિન લુઇસને સામેલ કર્યા હતા.


ઈંગ્લેન્ડના કેપ્ટને શું કહ્યું?

ઈંગ્લેન્ડના કેપ્ટને શું કહ્યું?

ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે કહ્યું કે, 'અમે થોડા સમય માટે બસમાં હતા. પછી અમે બધાએ ઉતરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ અમે સાયકલ પર જવાનો નિર્ણય લીધો. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રમનારી ટીમોમાંથી એક ટીમ મોડી પહોંચવાના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. આ ટીમો નદીની ઉત્તરે ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top