Video: આ શું થઈ રહ્યું છે? બાઇક સવારોએ રેલવે ટ્રેકને બનાવ્યો હાઇવે
Ride Bikes On Railway Track In MP's Sheopur: મધ્ય પ્રદેશ ગજબ છે, સૌથી ગજબ... આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. મધ્ય પ્રદેશના શ્યોપુરથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને જોઈને સૌ કોઈ હેરાન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે લોકોએ રેલવે ટ્રેકને પોતાનો હાઇવે બનાવી લીધો છે અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ચંબલ કેનાલ પર બનેલી નેરોગેજ રેલવે લાઇન પરથી પોતાની બાઇક કાઢતા જોવા મળી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા શુક્રવારે શ્યોપુરના સલાપુરા પુલ પર લાંબો જામ હતો. વીજળી અને પાણીની સમસ્યાને કારણે આદિવાસી સમુદાયના વિરોધને કારણે આ જામ થયો હતો. જામ એટલો ભયંકર હતો કે લોકો માટે રસ્તો પાર કરવો મુશ્કેલ બની ગયો હતો. એવામાં લોકોએ ખતરનાક વૈકલ્પિક રસ્તો નેરોગેજ રેલવે ટ્રેક અપનાવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ચંબલ કેનાલ પર બનેલી રેલવે લાઇન પર એક બાદ એક સેંકડો બાઇકર્સ ટ્રેક પર પોતાની બાઇક ચલાવતા જોવા મળી રહ્યા છે. નીચે ઊંડી નહેર અને ઉપર પાતળી રેલવે ટ્રેક... થોડી ભૂલ સીધી મોતને આમંત્રણ આપી શકતી હતી, પરંતુ લોકો ન તો ટ્રેનથી ડરતા હતા કે ન તો પોતાના જીવની પરવા કરતા હતા.
સ્થાનિક અહેવાલો અનુસાર, પહેલા એક યુવકે જોયું કે કોઈ ટ્રેન ટ્રેક પર આવી રહી નથી, એટલે તેણે પોતાની બાઇક ટ્રેક પરથી કાઢી દીધી. ત્યારબાદ અન્ય લોકો પણ તેનું અનુકરણ કરવા લાગ્યા. થોડી જ વારમાં 200થી વધુ બાઇક તે ટ્રેક પરથી પસાર થઈ. આશ્ચર્યજનક વાત એ હતી કે આ દરમિયાન ત્યાં કોઈ પોલીસ કર્મચારી ન દેખાયો કે ન તો વહીવટીતંત્ર દ્વારા કોઈ રોક ટોક કરવામાં આવી.
Commuters risk lives, use rail track to cross bridge due to rain-battered roads in Sheopur#MadhyaPradesh #IndianRailways #FPJ pic.twitter.com/07D1ABkCd3 — Free Press Madhya Pradesh (@FreePressMP) June 30, 2025
Commuters risk lives, use rail track to cross bridge due to rain-battered roads in Sheopur#MadhyaPradesh #IndianRailways #FPJ pic.twitter.com/07D1ABkCd3
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp