Pakistan: આસીમ મુનીર ભારતમાં પાછું કંઈક કરાવવાનો છે કે શું? પાછું કશ્મીર પર ઝેર ઓક્યૂ; ભારતને આપી દીધી ચીમકી
Asim Munir on Jammu and Kashmir: પાકિસ્તાનના આતંકી આકા હોય, રાજનેતા હોય કે પછી પાકિસ્તાની સેનાનો આર્મી ચીફ આસીમ મુનીર તેમને ભારત વધારે યાદ આવતું હોય છે અને ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતા રહેતા હોય છે, અગાઉ જ્યારે આસીમ મુનીરે જમ્મુ-કશ્મીર અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂ હતું, તેના થોડા દિવસો બાદ જમ્મુ-કશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રયોજિત આતંકીઓએ ધર્મ પૂછી પૂછીને માર્યા હતા. અને પછી ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા નષ્ટ કર્યા હતા અને પછી ભારત-પાકિસ્તાનનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. જેમાં પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું હતું. હવે આસીમ મુનીરે પાછું જમ્મુ-કશ્મીર અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂ છે તો સવાલ એવો પણ ઊઠે છે કે શું આસીમ મુનીર ભારતમાં પાછું કંઈક કરાવવાનો છે કે શું?
વાસ્તવમાં અસીમ મુનીર કરાચીમાં પાકિસ્તાની નેવલ એકેડેમીમાં આયોજિત પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા પહોંચ્યો હતો. અહીં પોતાના ભાષણ દરમિયાન તેણે કહ્યું કે, પાકિસ્તાન હંમેશાં કાશ્મીરીઓ સાથે ઉભું રહેશે. જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાન પણ જવાબ આપશે. આ દરમિયાન મુનીરે ભારત અને કાશ્મીરને લઈને ઘણી ઉશ્કેરણીજનક વાતો પણ કહી.
હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ અસીમ મુનીરે કહ્યું કે, ‘ભારત જેને આતંકવાદ કહે છે તે કાયદેસર સંઘર્ષ છે. પાકિસ્તાન હંમેશાં કાશ્મીરને મદદ કરતું રહેશે. મુનીર અહીં જ ન અટક્યો. તેણે કહ્યું કે, ‘જો ભારત ભવિષ્યમાં હુમલો કરશે તો પાકિસ્તાન પણ જવાબ આપશે. એમ 2 વાર કરીને બતાવી ચૂક્યા છીએ. પહેલા 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈકને નિષ્ફળ બનાવી અને હવે ‘ઓપરેશન સિંદૂર’ને.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp