IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટની બાકીની મેચો માટે 6 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. નવા શેડ્યૂલ મુજબ, હજી 17 મેચ બાકી છે અને ફાઇનલ મેચની નવી તારીખ (IPL 2025 Final Date) પણ જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે બાકીની મેચો 17 મેથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 3 જૂને રમાશે.
સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ હિતાધારકો સાથે ચર્ચા કર્યા બાદ, BCCIએ 17 મેથી ટૂર્નામેન્ટ ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. નવા શેડ્યૂલમાં, 2 દિવસે 2 મેચ રમાશે, જેના માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ટૂર્નામેન્ટ ફરી શરૂ થશે, ત્યારે પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લોરમાં રમાશે. બાકીની 17 મેચો માટે પસંદ કરાયેલા શહેરોમાં જયપુર, બેંગ્લોર, લખનૌ, દિલ્હી, મુંબઈ અને અમદાવાદનો સમાવેશ થાય છે.
ઓરિજિનલ શેડ્યૂલ મુજબ, પ્લેઓફ સ્ટેજ 20 મેથી શરૂ થશે. હવે નવા શેડ્યૂલ મુજબ, પ્લેઓફ સ્ટેજ 29 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર 29 મેના રોજ રમાશે. એલિમિનેટર મેચ 20 મેના રોજ, બીજી ક્વોલિફાયર મેચ 2 જૂનના રોજ અને ફાઇનલ મેચ 3 જૂનના રોજ રમાશે. પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે.
લીગ સ્ટેજની છેલ્લી મેચ 27 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં RCB અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. રવિવાર, 18 મેના રોજ 2 મેચ રમાશે. દિવસના સમયે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ અને સાંજના મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે.
17 મે, 2025– રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, બેંગ્લોર (સાંજે 7:30 વાગ્યે IST)
18 મે- રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, જયપુર (બપોરે 3:30 વાગ્યે)
18 મે- દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)
19 મે- લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ (સાંજે 7:30 વાગ્યે)
20 મે- ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)
21 મે- મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ (સાંજે 7:30 વાગ્યે)
22 મે- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, અમદાવાદ (સાંજે 7:30 વાગ્યે)
23 મે- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ - બેંગ્લોર (સાંજે 7:30)
24 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, જયપુર (સાંજે 7:30 વાગ્યે)
25 મે- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, અમદાવાદ (3:30 વાગ્યે IST)
25 મે- સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)
26 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, જયપુર (સાંજે 7:30 વાગ્યે)
27 મે- લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ (સાંજે 7:00 વાગ્યે)