ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં લાગી ભયંકર આગ, શ્રદ્ધાળુઓમાં મચ્યો હાહાકાર, જુઓ વીડિયો
Ujjain Mahakal Temple Fire: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલ મંદિરમાં અચાનક આગ લાગી ગઈ. સોમવારે સવારે 12:00 વાગ્યાની આસપાસ, મંદિરના દ્વાર પર આગની જ્વાળાઓ ફાટી નીકળી અને થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. આ ઘટનાથી સમગ્ર મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રદૂષણ બોર્ડનો કંટ્રોલ રૂમ મહાકાલ મંદિરમાં બનેલા સુવિધા કેન્દ્ર પાસે આવેલો છે. આ કંટ્રોલ રૂમ મંદિરના ગેટ નંબર 1 પર બનાવવામાં આવ્યો છે. અચાનક આ કંટ્રોલ રૂમમાં આગ લાગી અને થોડી જ વારમાં આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ અહેવાલો અનુસાર, આગનું કારણ શૉર્ટ સર્કિટ હોઈ શકે છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. બાબા મહાકાલ મંદિરમાં આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, ત્યાં સુધીમાં આગ ખૂબ જ તેજ થઈ ગઈ હતી. ઘણા પ્રયાસો છતા, આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકાય નથી. આ ઉપરાંત ઉજ્જૈનના કલેક્ટર અને SP પણ ઘટનાસ્થળ પર હાજર છે.
મંદિરમાં આગ લાગવાના સમાચારથી ભક્તોમાં પણ હાહાકાર મચી ગયો હતો. જોકે, મંદિર પ્રશાસને ગેટ નંબર-1 બંધ કરી દીધો હતો અને ભક્તોને ગેટમાંથી પ્રવેશવાની મનાઈ ફરમાવી દીધી હતી. આગ એટલી ભયાનક હતી કે મંદિરમાંથી નીકળતો ધુમાડો દૂરથી જ જોઈ શકાતો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp