હૉટલ માલિકે 6 મિનિટ વૉશરૂમનો ઉપયોગ કરવા માટે વસૂલ્યા 805 રૂપિયા, છોકરીએ વીડિયો શેર કરીને સંભળાવ

હૉટલ માલિકે 6 મિનિટ વૉશરૂમનો ઉપયોગ કરવા માટે વસૂલ્યા 805 રૂપિયા, છોકરીએ વીડિયો શેર કરીને સંભળાવી આપવીતી

04/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

હૉટલ માલિકે 6 મિનિટ વૉશરૂમનો ઉપયોગ કરવા માટે વસૂલ્યા 805 રૂપિયા, છોકરીએ વીડિયો શેર કરીને સંભળાવ

રાજસ્થાનના પ્રખ્યાત ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા ગયેલા એક પરિવારને હૉટલના શૌચાલયનો ઉપયોગ કરવા માટે 805 રૂપિયા ચૂકવવા પડ્યા. આ પરિવારની એક છોકરીએ એક વીડિયો શેર કરીને આપવીતી સંભળાવતા જણાવ્યું કે, કેવી રીતે તેની ધાર્મિક યાત્રા ખરાબ અનુભવમાં ફેરવાઈ ગઈ.


વીડિયોમાં છોકરીએ શું કહ્યું?

વીડિયોમાં છોકરીએ શું કહ્યું?

છોકરીએ એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, તેનો પરિવાર ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો. આ સમય દરમિયાન, તેની વૃદ્ધ માતાની તબિયત બગડી ગઈ અને તેને ઉબકા આવવા લાગ્યા, પેટમાં ખેંચાણ આવવા લાગી અને ઉલટી થવાની તીવ્ર ઇચ્છા થવા લાગી. આ દરમિયાન તેને શૌચાલય જવાની જરૂરિયાત અનુભવાઈ. પરિવારના સભ્યોએ નજીકમાં શૌચાલય શોધ્યું, પરંતુ ન મળ્યું. ત્યારબાદ પરિવાર નજીકની એક હૉટલમાં શૌચાલયનો ઉપયોગ કરવાની ઇચ્છાથી પહોંચ્યો. પરિવારે વિનંતી કરી કે બીમાર મહિલાને શૌચાલયનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ હૉટલ માલિકે આ પરિવાર પાસેથી શૌચાલયનો ઉપયોગ કરવા બદલ 805 રૂપિયા વસૂલ્યા

યુવતીએ વીડિયોમાં જણાવ્યું હતું કે હૉટલ માલિકે તેના પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું અને 805 રૂપિયા પણ વસૂલ્યા હતા. મહિલાની હાલત વધુ ખરાબ થઈ રહી હોવાથી પરિવાર પાસે તે સમયે વસૂલવામાં આવેલી મોટી રકમ ચૂકવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.


છોકરીએ પાસે 805 રૂપિયાનું બિલ માગ્યું

છોકરીએ પાસે 805 રૂપિયાનું બિલ માગ્યું

યુવતીનો આરોપ છે કે, જ્યારે તેમની પાસે 805 રૂપિયાનું બિલ માગ્યું ત્યારે હૉટલ સ્ટાફે તેને કહ્યું 100 રૂપિયા ઓછા આપી દેજો, પરંતુ બિલ ન લેતા. પરંતુ છોકરીએ પોતાની બહાદુરીથી બિલ લીધું અને પછી એક વીડિયો જાહેર કરીને સોશિયલ મીડિયા પર આખી વાત જણાવી.

છોકરીનું કહેવું છે કે ખાટુ શ્યામ એક પવિત્ર સ્થળ છે. આવી જગ્યાએ, એક હૉટલ માલિકે તેમની લાચારીનો લાભ લીધો. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની પાસે પૈસા હતા એટલે તેમણે મજબૂરીમાં આપી દીધા, પરંતુ કલ્પના કરો કે જો આ સમસ્યા એવી વ્યક્તિ સાથે થઈ હોત જેની પાસે પૈસા ન હોત, તો તેઓ શું કરતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top