ઓપરેશન સિંદૂરનો ચહેરો બનેલા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ માટે શિક્ષિકાએ કરેલી આ ગજબની ભવિષ્યવાણી

ઓપરેશન સિંદૂરનો ચહેરો બનેલા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ માટે શિક્ષિકાએ કરેલી આ ગજબની ભવિષ્યવાણી

05/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન સિંદૂરનો ચહેરો બનેલા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ માટે શિક્ષિકાએ કરેલી આ ગજબની ભવિષ્યવાણી

ઘણા વર્ષો અગાઉ, જ્યારે વ્યોમિકા નાના હતા અને તેમની શાળાનો છેલ્લો દિવસ હતો, ત્યારે તેઓ દિલ્હીની પોતાની સેન્ટ એન્થોની સીનિયર સેકન્ડરી સ્કૂલના સ્ટાફ રૂમની બહાર લાઇનમાં ઊભા હતા, શિક્ષકો પાસેથી ઓટોગ્રાફ લેવા માટે પોતાના વારાની રાહ જોતા હતા. આ તે સમયે એક પરંપરા હતી, શાળા પૂરી થવા અગાઉ પોતાના શિક્ષકોનો એક છેલ્લો મેસેજ, યાદગીરી તરીકે સાચવતા, જેમણે તેમને મોટા થતા જોયા હતા.


1998માં વ્યોમિકા સિંહ સ્નાતક થયા

1998માં વ્યોમિકા સિંહ સ્નાતક થયા

વ્યોમિકા સિંહે 1998માં સેન્ટ એન્થોનીમાંથી સ્નાતક થયા હતા અને ત્યારબાદ તેમણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એનવાયરમેન્ટલ  એન્જિનિયરિંગ કર્યું હતું. તેમના અંગ્રેજી શિક્ષિકા જ્યોતિ બિષ્ટે જણાવ્યું કે વ્યોમિકા અંગ્રેજી અને હિન્દી બંનેમાં ખૂબ સારા છે. તે ખૂબ જ પ્રતિભાશાળી હતી અને હંમેશાં ખૂબ જ નમ્ર રહી છે. તેઓ ન માત્ર અભ્યાસ, પરંતુ બાસ્કેટબોલ પણ ખૂબ સારું રમે છે.


હિન્દીના શિક્ષિકાની ભવિષ્યવાણી?

હિન્દીના શિક્ષિકાની ભવિષ્યવાણી?

આ દરમિયાન, જ્યારે વ્યોમિકાના હિન્દીના શિક્ષિકા નીલમ વાસનનો વારો આવ્યો, ત્યારે તેમણે લખ્યું કે, ‘તું વ્યોમને સ્પર્શવ માટે બની છે...’ તે સમયે, વાસનને પણ વિચાર્યું નહોતું કે તેમના શબ્દો સાચા પડશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને ભારત સરકારે એ બ2 મહિલાઓમાં પસંદ કર્યા હતા, જેમણે ઓપરેશન સિંદૂર બાબતે મીડિયા બ્રીફિંગ કરી હતી. હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારત સરકારે સેનાની મદદથી ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top