IPL 2025 આ તારીખથી શરૂ થઈ શકે છે, જાણી લો તારીખ, વેન્યૂ અને ટાઈમિંગ સહિત બધી ડિટેલ્સ આવી સામે
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ થયા બાદ, IPL 2025 ફરી શરૂ થની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટૂર્નામેન્ટ 16 અથવા 17 મેથી રી શરૂ થઈ શકે છે. એવા સમાચાર છે કે જ્યારે ટૂર્નામેન્ટ ફરી શરૂ થશે (IPL નવું શેડ્યૂલ 2025), ત્યારે પહેલી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ શકે છે. 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ સુરક્ષાના કારણોસર રદ કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ તકમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, આગામી અઠવાડિયાથી IPL 2025 ફરી શરૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની બાકીની મેચોનું આયોજન કરવા માટે 4 શહેરોની પસંદગી કરી શકાય છે. BCCIએ બધી ટીમો અને ભાગીદારોને ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવા અંગે જાણ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બધી ટીમોને શક્ય તેટલી વહેલી તકે બધા વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. LSG ટીમ 13 મે સુધીમાં એકઠી થવાની ધારણા છે, જ્યારે અન્ય ટીમો પણ એકઠી થઈ શકે છે અને આગામી મેચો માટે સ્થળોએ પહોંચશે.
પ્લેઓફ સ્થળમાં ફેરફાર શક્ય છે. ટૂર્નામેન્ટ સ્થગિત થવા અગાઉ, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવાની હતી. ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમવાની હતી. હવે નવા અપડેટ મુજબ, ક્વોલિફાયર અને એલિમિનેટર બંને મેચોના સ્થળમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ફાઇનલ મેચ કોલકાતાને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.
પંજાબ કિંગ્સ સિવાય, અન્ય ટીમોના તમામ ખેલાડીઓ તેમના ઘરે પાછા ફર્યા છે. PBKSના હેડ કોચ રિકી પોન્ટિંગે પંજાબ કિંગ્સના ખેલાડીઓને ભારતમાં રહેવા માટે મનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp