અમૂલ અને મધર ડેરી બાદ વધુ એક ડેરીએ વધાર્યો દૂધનો ભાવ
Parag Dairy: દેશભરમાં દૂધના ભાવમાં વધારવાનો સિલસિલો યથાવત છે. અમૂલ અને મધર ડેરી પછી, હવે ઉત્તર પ્રદેશની અગ્રણી દૂધ સપ્લાયર સંસ્થા લખનૌ મિલ્ક યુનિયન (પરાગ)એ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ નવા દરો આજથી લાગૂ કરી દેવામાં આવ્યા છે.
લખનૌ મિલ્ક યુનિયનના જનરલ મેનેજર વિકાસ બાલિયાને જણાવ્યું હતું કે, દૂધના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ ખર્ચમાં વધારો થવાને કારણે આ પગલું ભરવું પડ્યું છે. હવે, ફુલ ક્રીમ દૂધના એક લીટર પેકની કિંમત 68 રૂપિયાથી વધારીને 69 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે અડધા લીટર પેક 34 રૂપિયાથી વધારીને 35 રૂપિયામાં મળી રહ્યું છે.
એજ રીતે, એક લીટર ટોન્ડ દૂધની કિંમત 56 રૂપિયાથી વધારીને 57 રૂપિયા અને અડધા લીટરની કિંમત 28 રૂપિયાથી વધારીને 29 રૂપિયા કરી દેવામાં આવી છે. સ્ટાન્ડર્ડ દૂધની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અડધા લીટર સ્ટાન્ડર્ડ દૂધ હવે 31 રૂપિયાની જગ્યાએ 32 રૂપિયામાં મળશે. 5 લીટરવાળા પેકની કિંમત 280 રૂપિયાથી વધારીને 290 રૂપિયા કરી દેવામાં આવી છે.
આ અગાઉ, અમૂલ અને મધર ડેરીએ પણ પોતાના દૂધ ઉત્પાદનોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો, જેની અસર હવે ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં દહીં, ચીઝ અને ઘી જેવા અન્ય દૂધ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે. તેનાથી સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp