વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, લખી ભાવનાત્મક પોસ્ટ
થોડા દિવસ અગાઉ જ IPL દરમિયાન હિટમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના આઘાતમાંથી હજી ફેન્સ બહાર પણ આવ્યા નહોતા કે ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ જર્સીમાં પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું કે, ‘ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લૂ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. ઈમાનદારીથી કહું તો, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે રાખીશ. સફેદ કપડાંઓમાં રમવાનું ખૂબ અંગત અનુભવ છે. શાંત, પરિશ્રમ, લાંબા દિવસ, નાની-નાની પળ, જેમને કોઈ જોતું નથી, પરંતુ જે હંમેશાં તમારી સાથે રહે છે.
View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)
A post shared by Virat Kohli (@virat.kohli)
કોહલીએ આગળ કહ્યું કે, ‘જ્યારે હું આ ફોર્મેટથી આગળ જઇ રહ્યો છુ, તો આ સરળ નથી, પરંતુ આ યોગ્ય લાગે છે. મેં તેમાં પોતાનું બધુ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષાથી ઘણું બધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પર રમનારા લોકો માટે અને દરેક એ વ્યક્તિ માટે આભાર સાથે દિલ લઈને જઇ રહ્યો છુ, જેણે મને આ સફરમાં આગળ વધાર્યો. હું હંમેશાં પોતાના ટેસ્ટ કરિયરને હસતો જોઈશ.
વિરાટ કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા. કિંગ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 46.85ની એવરેજથી 9230 રન બનાવ્યા. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી બનાવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp