ગુજરાત પેટાચૂંટણી: AAP-કોંગ્રેસ બાદ ભાજપે બંને સીટો પર જાહેર કર્યા પોતાના ઉમેદવાર
Gujarat By Election: ગુજરાતમાં પેટાચૂંટણી થવાની છે, જેને લઈને રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પેટાચૂંટણીને લઈને પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ કડી અને વિસાવદર વિધાનસભા સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે કડી (અ.જા) વિધાનસભા સીટ પરથી રાજેન્દ્રભાઇ દાનેશ્વર ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે કડી વિધાનસભા સીટ પરથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને આમ આદમી પાર્ટીએ ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. જ્યારે વિસાવદર સીટની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસે ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે ભાજપે કિરિટભાઈ બાલુભાઈ પટેલ અહીંથી ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની સીટ ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતા કડીની બેઠક ખાલી પડી હતી. આ બંને બેઠક માટેની ચૂંટણીપ્રક્રિયા આજથી શરૂ થશે. બંને વિધાનસભાની સીટો પર 19 જૂને મતદાન થશે અને 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp