હવે બેનકાબ થશે પાકિસ્તાન, ‘ઓપરેશન સિંદૂર’ પર મોદી સરકારે બનાવ્યું ડેલિગેશન, શશિ થરૂર સહિત આ નેતાઓને કરાયા સામેલ
Seven All-Party Delegations: ભારતની આતંકવાદ સામે લડાઈ ચાલુ છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ, ભારત તરફથી 7 સર્વદળીય પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોનો પ્રવાસ કરશે. આ 7 ડેલિગેશન આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. તેમાં વિવિધ પક્ષોના સંસદ સભ્યોનો સમાવેશ થાય છે.
7 સર્વદળીય પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના શશિ થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, JDUના સંજય કુમાર ઝા, DMKના કનિમોઝી કરુણાનિધિ, NCPના સુપ્રિયા સૂલે અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદેનો સમાવેશ થાય છે. ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરશે અને જણાવશે કે પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો છે અને ભારત પાસે તેના નક્કર પુરાવા છે. ઓપરેશન સિંદૂરને પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદનો અંત લાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 100 કરતા વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તેણે ઘણા વર્ષો અગાઉ દેશમાંથી આતંકવાદનો ખતમ કરી દીધો છે. હવે ભારત આ જુઠ્ઠાણાને દુનિયા સમક્ષ ઉજાગર કરશે અને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોના અસ્તિત્વના પુરાવા પણ આપશે. ભારતનું આ પ્રતિનિધિમંડળ દુનિયાને જણાવશે કે પાકિસ્તાને આતંકવાદને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું છે અને તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યું છે.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. ત્યારબાદ 7 મેની રાત્રે, ભારતે જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને પાકિસ્તાન તેમજ PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ત્યારબાદ પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતે નિર્દોષ લોકો, મસ્જિદો અને બાળકોને નિશાન બનાવ્યા છે, જે સંપૂર્ણપણે ખોટું હતું. ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદને ખતમ કરવાનો હતો અને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp