Video: ભાજપના નેતાએ મહિલા સાથે કરી અશ્લીલ હરકત, વીડિયો વાયરલ થતા આપી સફાઈ, બોલ્યા- ચક્કર આવ્યા એટલે સહારો આપ્યો’
ઉત્તર પ્રદેશના ગોંડાથી એક ભાજપના નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક મહિલાને ગળે લગાવતા જોવા મળે છે. જોકે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. વાયરલ થયેલો વીડિયો 12 એપ્રિલના ભાજપના જિલ્લા અધ્યક્ષ અમર કિશોર કશ્યપનો છે. તો, જિલ્લા પ્રમુખનું કહેવું છે કે પાર્ટીના એક સક્રિય મહિલા સભ્યને ચક્કર આવી ગયા હતા, જેને તેઓ સહારો આપી રહ્યા હતા. કેટલાક લોકો રાજકીય દ્વેષને કારણે ખોટી રીતે વીડિયો વાયરલ કરી રહ્યા છે. તેને લઈને ભાજપે નોટિસ પણ જાહેર કરી દીધી છે.
રવિવારે સોશિયલ મીડિયા પર 2 CCTV ફૂટેજ વાયરલ થઇ હતી. પહેલી ફૂટેજમાં એક ફોર વ્હીલ પાર્ટી ઓફિસમાં પ્રવેશતી જોવા મળે છે. જેમાંથી જિલ્લા અધ્યક્ષ કારમાંથી નીચે ઉતરે છે. ત્યારે એક માણસ ગેટ પર આવે છે અને તે તેની સાથે વાત કરવા લાગે છે. ત્યારબાદ એક મહિલા ગાડીમાંથી નીચે ઉતરે છે. મહિલાને જિલ્લા અધ્યક્ષના કાર્યાલયમાં પ્રવેશવા માટે ઈશારો કરે છે. તો બીજી ફૂટેજમાં, જિલ્લા અધ્યક્ષ પગથિયાં પાસે મહિલાને ગળે લગાવતા જોવા મળે છે. એવું કહેવાય છે કે બંને વીડિયો, CCTV કેમેરાના છે. પાર્ટીના એક પદાધિકારીએ પ્રદેશ અધ્યક્ષને પણ ફરિયાદ કરી છે. ફરિયાદીએ પોતાનું નામ ગોપનીય રાખ્યું છે. ફરિયાદીએ જિલ્લા અધ્યક્ષ પર શોષણનો આરોપ લગાવ્યો છે અને કાર્યવાહીની માગ કરી છે.
रात के 9.39 बजे हैं। Video उत्तर प्रदेश में गोंडा जिले के BJP दफ्तर की है। जिलाध्यक्ष अमर किशोर एक महिला को लेकर आते हैं। आलिंगन जिलाध्यक्ष जी CPR देते भी दिखते हैं, फिर एक फ्लोर ऊपर चले जाते हैं। वहां की फुटेज अभी प्राप्त नहीं हुई है।जिलाध्यक्ष का बयान– "महिला कार्यकर्ता की… pic.twitter.com/vqRMTV14v3 — Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2025
रात के 9.39 बजे हैं। Video उत्तर प्रदेश में गोंडा जिले के BJP दफ्तर की है। जिलाध्यक्ष अमर किशोर एक महिला को लेकर आते हैं। आलिंगन जिलाध्यक्ष जी CPR देते भी दिखते हैं, फिर एक फ्लोर ऊपर चले जाते हैं। वहां की फुटेज अभी प्राप्त नहीं हुई है।जिलाध्यक्ष का बयान– "महिला कार्यकर्ता की… pic.twitter.com/vqRMTV14v3
આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખ અમર કિશોર કશ્યપે જણાવ્યું હતું કે વિરોધીઓ છબી ખરાબ કરવા માટે આવું કરી રહ્યા છે. મહિલા પાર્ટીની સક્રિય કાર્યકર છે. જ્યારે તેણે ફોન પર કહ્યું કે તેની તબિયત સારી નથી, ત્યારે તેઓ તેને ઓફિસ લઈ આવ્યા. પગથિયાં ચઢતા તેને ચક્કર આવી ગયા એટલે તેમણે તેને મદદ કરી. આ વીડિયો 12 એપ્રિલનો છે અને હવે તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધીઓની ખોટી માનસિકતા દર્શાવે છે.
ભાજપ ગોંડા જિલ્લા અધ્યક્ષ અમર કિશોર કશ્યપના વીડિયોની નોંધ લેતા, ભાજપ પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ નોટિસ આપીને 7 દિવસમાં તેમની પાસેથી સ્પષ્ટતા માગી છે. ગોવિંદ નારાયણ શુક્લાએ કહ્યું કે, ‘તેમના આચરણથી પાર્ટીની છબી પર પ્રતિકૂળ અસર પડી છે. પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીના નિર્દેશ પર, તેમને નોટિસ આપવામાં આવી છે અને 7 દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમાં જવાબ નહીં મળે અથવા ખુલાસો સંતોષકારક નહીં હોય, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp