‘ખતમ નથી થયું Operation Sindoor!’, ઓલ પાર્ટી મીટિંગમાં શું બોલ્યા રાજનાથ સિંહ?

‘ખતમ નથી થયું Operation Sindoor!’, ઓલ પાર્ટી મીટિંગમાં શું બોલ્યા રાજનાથ સિંહ?

05/08/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ખતમ નથી થયું Operation Sindoor!’, ઓલ પાર્ટી મીટિંગમાં શું બોલ્યા રાજનાથ સિંહ?

Operation Sindoor: ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાયું છે. પાકિસ્તાન અત્યારે આતંકીના ઠેકાણાઓ ધ્વસ્ત કરવાને લઈને રોંદણા રડી રહ્યું છે. એક તરફ પાકિસ્તાનમાં આતંકીઓના જનાજા નીકળી રહ્યા છે, પાકિસ્તાનમાં એક-બાદ એક ધમાકાઓના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી તરફ આજે સરકાર તરફથી ઓલ પાર્ટી મીટિંગ કરવામાં આવી હતી. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટા સંકેત આપ્યા છે.


રક્ષામંત્રીએ શું કહ્યું

રક્ષામંત્રીએ શું કહ્યું

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વદળીય બેઠક દરમિયાન કહ્યું કે, ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ કારણે, તેને લગતી મહત્ત્વપૂર્ણ માહિતી શેર નહીં કરી શકાય. જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત જવાબી હુમલો કરશે. ઓપરેનનની વધુ ટેક્નિકલ જાણકારી નહીં આપી શકાય બેઠક દરમિયાન રક્ષા મંત્રીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્વદળીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર બાદ બદલો લેવાની વાત કરી રહ્યું છે.


શું બોલ્યા મલ્લિકાર્જૂન ખડગે

શું બોલ્યા મલ્લિકાર્જૂન ખડગે

સર્વદળીય બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, ‘સંકટના સમયમાં અમે સરકાર સાથે છીએ. ખડગેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની હાજરીમાં કહ્યું કે, સરકારે બધી રાજકીય પાર્ટીઓને પહેલગામ હુમલા બાદ ભારતીય સશસ્ત્ર બળો દ્વારા પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં 9 સ્થળો પર કાર્યવાહી બાબતે જાણકારી આપી. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદર્ભ આપતા કહ્યું છે કે કેટલીક ગોપનીય જાણકારી અત્યારે સાર્વજનિક નહીં કરી શકાય. અમે આ પ્રકારના સંકટના સમયમાં સરકાર પર તેના માટે દબાવ નાખી રહ્યા નથી અને રાષ્ટ્ર હિતમાં સરકાર સાથે ઊભા છીએ.

તો કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, રાજકીય પાર્ટી જનતાનો અવાજ હોય છે અને બધા નેતા એક સ્વરમાં બોલી રહ્યા છે અને આ સરકારની સફળતા છે. એક સવાલના જવાબમાં તેમણે  કહ્યું કે, ઓપરેશન સિંદૂર બાદ સતત ઘટનાક્રમ થઈ રહ્યા છે એટલે અધિકારીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા નથી. રાજકીય દળો સાથે આગળની કાર્યવાહી પર પણ ચર્ચા કરવામાં આવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top