આખરે શું હોય છે, ન્યૂક્લિયર બ્લેકમેલ, જેનો PM મોદીએ કર્યો ઉલ્લેખ
સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાના શૌર્યનો ઉલ્લેખ કરતા ‘ન્યૂક્લિયર બ્લેકમેલ’ શબ્દનો ઉપયોગ કર્યો. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, પરંતુ કદાચ તેની બાબતે જાણકારી નહીં હોય, એવામાં આજે અમે તમને તેનો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ.
ન્યૂક્લિયર બ્લેકમેલ એક રણનીતિક અને રાજનીતિક દબાણની એક રીત છે, જેનો ઉપયોગ કોઈ દેશ અથવા શક્તિ બીજા દેશ સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપવા માટે કરે છે. આમ કરીને દેશ પોતાની વાતો મનાવવાનો પ્રયાસ કરે છે. તેમાં, એક દેશ બીજા દેશને એવું બતાવવાનો પ્રયાસ કરે છે કે જો તેની તરફ આંખ ઉઠાવી તો તે ગમે ત્યારે પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. તે ખુલ્લી ધમકી અથવા પરોક્ષ ધમકીના રૂપમાં આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધન દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન પર થયેલા જવાબી હુમલામાં આપણી સેનાના બહાદુરીભર્યા પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ એ પણ બતાવ્યું કે આપણો દેશ દુશ્મનોને યોગ્ય જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ધરાશાયી કરી દીધા છે અને ગ્લોબલ ટેરેરિસ્ટને ખતમ કરવા માટે પણ કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ ઉપર પોતાની જવાબી કાર્યવાહી માત્ર મુલતવી રાખી છે. અમે પાકિસ્તાનના દરેક પગલાને તેના વલણના આધારે માપીશું કે તે શું વલણ અપનાવે છે. આ સંબોધનથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો ભવિષ્યમાં પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, તો ભારતીય સેના તેમને જડબાતોડ જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે અને ગત દિવસોમાં ભારત તરફથી થયેલી કાર્યવાહીએ આ વાતને જગજાહેર કરી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp