જો આજે અને રિઝર્વ ડે, બંને દિવસે વરસાદ પડી ગયો તો કોણ ઉઠાવશે ટ્રોફી? જાણો લો BCCIના નિયમ

જો આજે અને રિઝર્વ ડે, બંને દિવસે વરસાદ પડી ગયો તો કોણ ઉઠાવશે ટ્રોફી? જાણો લો BCCIના નિયમ

06/03/2025 Business

SidhiKhabar

SidhiKhabar

જો આજે અને રિઝર્વ ડે, બંને દિવસે વરસાદ પડી ગયો તો કોણ ઉઠાવશે ટ્રોફી? જાણો લો BCCIના નિયમ

આજે IPL 2025ની ફાઇનલ મેચ અમદાવાદમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. જોકે, આજે વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ આ મેચમાં અવરોધ ઉભો કરી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આજે વરસાદને કારણે મેચ ન થઈ અને પછી રિઝર્વ ડે પર પણ રમત શક્ય ન બને, તો કઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે?


ફાઇનલ માટે વરસાદ બન્યો સૌથી મોટો પડકાર

ફાઇનલ માટે વરસાદ બન્યો સૌથી મોટો પડકાર

3 જૂને રમાનારી ફાઇનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. BCCIએ IPL 2025ની ફાઇનલ માટે 4 જૂનને રિઝર્વ ડે રાખ્યો છે. જો 3 જૂને રમાનારી ફાઇનલ મેચ વરસાદને કારણે ન રમાય, તો આગામી રિઝર્વ ડે પર મેચ પૂર્ણ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અહેવાલ મુજબ, 3 જૂને સાંજે અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સાંજે 6:00 વાગ્યા સુધી વરસાદની શક્યતા 51 ટકા છે, જે મેચ શરૂ થાય ત્યાં સુધીમાં 5-2 ટકા સુધી ઘટી શકે છે.


જો રિઝર્વ ડે પર પણ મેચ ન થઈ શકી તો કોણ બનશે ચેમ્પિયન?

જો રિઝર્વ ડે પર પણ મેચ ન થઈ શકી તો કોણ બનશે ચેમ્પિયન?

BCCI ના સત્તાવાર નિયમો અનુસાર, જો મેચ ફાઇનલ અને રિઝર્વ ડે બંને જ દિવસે પૂરી ન થાય, તો લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આ સ્થિતિમાં, IPL 2025ના લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવનાર પંજાબ કિંગ્સને ટ્રોફી હકદાર માનવામાં આવશે. એટલે કે જો વરસાદ રમત બગાડે છે, તો પંજાબ કિંગ્સને તેના સ્થિર પ્રદર્શનનો પુરસ્કાર મળી શકે છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ પરિસ્થિતિ નિરાશાજનક હોય શકે છે, જેણે અત્યાર સુધી એક પણ ટાઇટલ જીત્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top