‘મોદીજી મને સ્યૂસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈને બધાને ઉડાવી દઇશ..’, પહેલગામ એટેક પર મુસ્લિમ

‘મોદીજી મને સ્યૂસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈને બધાને ઉડાવી દઇશ..’, પહેલગામ એટેક પર મુસ્લિમ મંત્રીની વિનંતી

05/03/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘મોદીજી મને સ્યૂસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈને બધાને ઉડાવી દઇશ..’, પહેલગામ એટેક પર મુસ્લિમ

BZ Zameer Ahmed Khan: જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. યુદ્ધ ક્યારે થઈ જાય, કોઈને ખબર નથી. ભારત તરફથી સંભવિત હુમલાના ભયને કારણે પાકિસ્તાન તો ભયના છાયામાં જીવી રહ્યું છે. આ દરમિયાન, કર્ણાટકના ગૃહનિર્માણ અને લઘુમતી બાબતોના મંત્રી બી.ઝેડ. ઝમીર અહમદ ખાનનું એક નિવેદન વાયરલ થયું છે. તેમણે પોતે પાકિસ્તાન જવાની વાત કરી છે.


'મને આત્મઘાતી બોમ્બ આપો'

'મને આત્મઘાતી બોમ્બ આપો'

શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં, બીઝેડ ઝમીર અહમદ ખાને કહ્યું કે પાકિસ્તાન હંમેશા ભારતનું દુશ્મન રહ્યું છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમને પરવાનગી આપે તો તેઓ યુદ્ધમાં જવા માટે તૈયાર છે. તે પોતે પાકિસ્તાનને ઉડાવી દેશે. તેમણે કહ્યું કે, 'આપણે ભારતીય છીએ, આપણે હિન્દુસ્તાની છીએ.' પાકિસ્તાનનો આપણી સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. પાકિસ્તાન હંમેશાં આપણું દુશ્મન રહ્યું છે. જો મોદી, અમિત શાહ અને કેન્દ્ર સરકાર મને જવા દે તો હું યુદ્ધ માટે પાકિસ્તાન જવા તૈયાર છું.

આ અગાઉ, ખાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. તેને નિર્દોષ નાગરિકો સામે ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેક ભારતીયએ એક થવું જોઈએ. તેમણે કેન્દ્રને રાષ્ટ્રીય સુરક્ષા અંગે મજબૂત પગલાં લેવા પણ હાકલ કરી.


પહેલગામ હુમલામાં 26 લોકોના મોત

પહેલગામ હુમલામાં 26 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા હુમલામાં, લશ્કરના આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં વિદેશી પ્રવાસીઓ સહિત ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. આતંકવાદીઓએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પહેલગામમાં હોટલોની રેકી કરી હતી. 22 એપ્રિલના રોજ, તેઓ સ્થળ પર પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ તેમને 'કલમા' વાંચવાનું કહ્યું જેથી તેઓ કયા ધર્મના છે તે જાણી શકાય, તેમના પેન્ટ ઉતારાવડાવીને હિન્દુ પુરુષોને પોઈન્ટ બ્લેક રેંજથી પર ગોળી મારી દીધી. તેમને રોકવાનો પ્રયાસ કરનાર સ્થાનિક પોની હેન્ડલરનું પણ મૃત્યુ થયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top