બોલો! બેકરીમાં ઘૂસીને ફિલ્મી સ્ટાઇલમાં એક શખ્સની કરી દેવાઈ હત્યા

બોલો! બેકરીમાં ઘૂસીને ફિલ્મી સ્ટાઇલમાં એક શખ્સની કરી દેવાઈ હત્યા

06/02/2025 National

SidhiKhabar

SidhiKhabar

બોલો! બેકરીમાં ઘૂસીને ફિલ્મી સ્ટાઇલમાં એક શખ્સની કરી દેવાઈ હત્યા

કર્ણાટકના કોપ્પલમાં શનિવારે એક સનસનાટીભર્યા હત્યાકાંડે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. આ સનસનાટીભર્યો હત્યાકાંડ શનિવારે તાવરેગેરે શહેરના મુખ્ય વિસ્તાર સિંધનુર સર્કલમાં બન્યો હતો. સંપત્તિના વિવાદને કારણે 7 લોકોએ મળીને ચેનપ્પા નારીનાલ નામના વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી. આ ભયાનક ઘટના 'ફિલ્મી સ્ટાઇલ'માં કરવામાં આવી હતી, જે બેકરીની બહાર અને અંદર માત્ર બે જ મિનિટમાં અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.


હત્યા કેવી રીતે થઈ?

હત્યા કેવી રીતે થઈ?

પોલીસના જણાવ્યા અનુસાર, ચેનપ્પા નારીનાલ પર તાવરેગેરે શહેરના મુખ્ય વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે બેકરી બહાર હતો. ચેનપ્પા પોતાનો જીવ બચાવવા માટે બેકરીની અંદર ભાગ્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી ચેનપ્પા પર હુમલો કર્યો અને થોડીવારમાં જ તેની હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. જોકે, ઓછામાં ઓછા 7  લોકોની ધરપકડ કરવામાં આવી છે.


વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે

વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે

હત્યાના વીડિયોમાં ચનાપ્પા પોતાના જીવ માટે ચીસો પાડતો જોવા મળી રહ્યો છે. તે પોતાને બચાવવા માટે બેકરીમાં ભાગે છે. ત્યારે ઓછામાં ઓછા 2 લોકો તેના પર છરીઓથી હુમલો કરે છે, જ્યારે એક વ્યક્તિ પીડિતના માથા પર લાકડીથી હુમલો કરે છે. ચેનપ્પાના હુમલાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તો નગ્ન શરીર પર કાપના નિશાન જોવા મળ્યા હતા. પીડિત બેકરીની આસપાસ ભાગતો રહ્યો અને આરોપીઓ તેની પાછળ દોડી રહ્યા હતા અને છરીઓથી તેના પર હુમલો કરી રહ્યા હતા. થોડીક સેકન્ડો બાદ, ચેનપ્પા બેકરીમાંથી બહાર ભાગી ગયો, જ્યાં 2-3 લોકોએ તેના પર અનેક વાર છરીના ઘા કર્યા


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top