શુભમન ગિલના ગુસ્સાને શાંત કરાવતો જોવા મળ્યો અભિષેક શર્મા, SRH સામે DRSને લઈને બાખડ્યો, જુઓ વીડિયો
GT Vs SRH: શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઇટન્સ (GT)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચ 38 રનથી જીતી લીધી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચ દરમિયાન, અમ્પાયરોના કેટલાક નિર્ણયોને લઈને હોબાળો જોવા મળ્યો હતો, જેનું કેન્દ્ર ગુજરાત ટીમનો કેપ્ટન શુભમન ગિલ રહ્યો, જેને બેટિંગ કરવા દરમિયાન વિવાદાસ્પદ રીતે રન આઉટ આપી દેવામાં આવ્યો હતો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે અભિષેક શર્મા સામે LBW અપીલ પર ગિલ અમ્પાયરના નિર્ણયને લઈને દલીલ કરતો જોવા મળ્યો હતો, જેમાં અભિષેકે પોતે દરમિયાનગીરી કરીને મામલો શાંત કરાવવો પડ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જ્યારે આ મેચમાં 225 રનના ટારગેટનો પીછો કરી રહી હતી, ત્યારે તેની ઇનિંગની 14મી ઓવરમાં, અભિષેક પ્રસિદ્ધ કૃષ્ણાનો ફુલ-ટોસ બૉલ ચૂકી ગયો, જે બોલ સીધો જઇને પેડ પર લાગ્યો. તેના પર ગુજરાતની ટીમે આઉટ માટે અપીલ કરી હતી જેને ઓન-ફિલ્ડ અમ્પાયરે ફગાવી દીધી હતી. ત્યારબાદ DRS લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. બૉલ ટ્રેકિંગથી જાણવા મળ્યું કે બૉલ વિકેટ સાથે અથડાયો હતો, પરંતુ તેની અસર અમ્પાયરસ કૉલ હોત. આ કારણે અભિષેક શર્માને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો. હકીકતમાં, બૉલ ટ્રેકિંગમાં બૉલ ક્યાં પીચ થયો હતો તે દર્શાવવામાં આવ્યું નહોતું અને તેમાં માત્ર ઇમ્પેક્ટ અને વિકેટ બતાવ્યા. ત્યારબાદ શુભમન ગિલે ઓન-ફિલ્ડ અમ્પાયર પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને દલીલ વધતી જોઈને અભિષેક શર્માએ દરમિયાનગીરી કરવી પડી.
Chaos at the centre! 😳#ShubmanGill and #AbhishekSharma in discussion with the umpires!A review going #SRH’s way has sparked some serious drama! 🧐Watch the LIVE action ➡️ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, &… pic.twitter.com/KX68eec2ZB — Star Sports (@StarSportsIndia) May 2, 2025
Chaos at the centre! 😳#ShubmanGill and #AbhishekSharma in discussion with the umpires!A review going #SRH’s way has sparked some serious drama! 🧐Watch the LIVE action ➡️ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, &… pic.twitter.com/KX68eec2ZB
આ મેચમાં શુભમન ગિલે 38 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ગુજરાત હાલમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે અને આ સીઝનમાં લીગ સ્ટેજમાં તેની પાસે હજી 4 મેચ રમવાની બાકી છે. તેની આગામી મેચ 6 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાશે, જેણે પોતાની છેલ્લી 6 મેચ સતત જીતી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp