મુંબઈ ઈન્ડિયન્સને જીત મળી, પરંતુ અમ્પાયરિંગને લઈને મચ્યો હોબાળો, શું રોહિતે 15 સેકન્ડ બાદ લીધેલ

મુંબઈ ઈન્ડિયન્સને જીત મળી, પરંતુ અમ્પાયરિંગને લઈને મચ્યો હોબાળો, શું રોહિતે 15 સેકન્ડ બાદ લીધેલું DRS?

05/02/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

મુંબઈ ઈન્ડિયન્સને જીત મળી, પરંતુ અમ્પાયરિંગને લઈને મચ્યો હોબાળો, શું રોહિતે 15 સેકન્ડ બાદ લીધેલ

Rohit Sharma DRS: મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમે રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમાયેલી મેચ 100 રનથી પોતાના નામે કરી લીધી, જેમાં તેના બેટ્સમેનો સાથે બોલરોનું પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. તો, આ મેચમાં, અમ્પાયરિંગને લઈને હોબાળો જોવા મળ્યો, જેની સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, જ્યારે રોહિત બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે ફિલ્ડ અમ્પાયરે તેને LBW અપીલ પર આઉટ આપી દીધો હતો, ત્યારબાદ રોહિતે DRS લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં 15 સેકન્ડનો સમય પૂરો થયા બાદ DRSનો ઈશારો કર્યો. આ મેચમાં રોહિત શર્માની 36 બૉલમાં 53 રનની ઇનિંગ જોવા મળી.


ટાઇમર શૂન્ય દેખાડ્યા બાદ રોહિતે DRS લીધું

ટાઇમર શૂન્ય દેખાડ્યા બાદ રોહિતે DRS લીધું

રાજસ્થાન રૉયલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પહેલા બેટિંગ કરવાનો અવસર મળ્યો હતો, જેમાં તેની ઇનિંગની બીજી ઓવરમાં, રોહિત શર્માને રાજસ્થાનના ફાસ્ટ બૉલર ફઝલહક ફારૂકીના બૉલ પર અમ્પાયરે LBW આઉટ આપી દીધો હતો. ત્યારબાદ, રોહિતે પોતાના સાથી રેયાન રિકેલ્ટન સાથે ચર્ચા કરી અને જ્યારે સ્ક્રીન પરનું ટાઈમર શૂન્ય પર પહોંચ્યું, કે તરત જ રોહિતે અમ્પાયરને DRSનો ઈશારો કર્યો, જેને તેમણે સ્વીકારી લીધી અને પછી નિર્ણય ત્રીજા અમ્પાયર પાસે જતો રહ્યો. હવે અમ્પાયરના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર બહેસ જોવા મળી રહી છે. ત્રીજા અમ્પાયરે રિપ્લે જોયું તો બૉલ લેગ સ્ટમ્પની બહાર પડી રહ્યો હતો, ત્યારબાદ રોહિતને નોટ આઉટ આપી દેવામાં આવ્યો.


રોહિતે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLમાં 6000 રન પૂરા કર્યા

રોહિતે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLમાં 6000 રન પૂરા કર્યા

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા રોહિત શર્મા હવે 6000 રનનો આંકડો પાર કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સીઝનની શરૂઆતની કેટલીક મેચો રોહિત માટે અપેક્ષા મુજબ બિલકુલ નહોતી, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરી અને અત્યાર સુધીમાં 10 મેચોમાં 32.56ની સરેરાશથી 293 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top