ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને લઈને લીધો મોટો નિર્ણય

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને લઈને લીધો મોટો નિર્ણય

05/09/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને લઈને લીધો મોટો નિર્ણય

IPL 2025 Suspend: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, BCCIએ IPL 2025નું આયોજન રદ કરી દીધું છે. હવે આજથી IPL સીઝન 18ની કોઈ મેચ નહીં રમાય. બોર્ડે કેન્દ્ર અને તમામ ફ્રેન્ચાઇઝી અને હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ નિર્ણય લીધો છે. આજથી કોઈ મેચ નહીં થાય. એવા અહેવાલ મળી રહ્યા છે કે જો IPL સસ્પેન્શન સત્તાવાર થાય છે, તો ભારતના બાંગ્લાદેશ પ્રવાસ અને એશિયા કપની વિન્ડોનો ઉપયોગ ટુર્નામેન્ટ પૂર્ણ કરવા માટે થઈ શકે છે.


IPL લીગ સ્ટેજમાં હજી 13 મેચ બાકી

IPL લીગ સ્ટેજમાં હજી 13 મેચ બાકી

IPLના લીગ સ્ટેજની હજુ 13 મેચ બાકી છે, જેમાં ગુરુવારે રદ થયેલી પંજાબ અને દિલ્હીની મેચનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી કોઈ પણ ટીમ IPL પ્લેઓફમાં પોતાની જગ્યા પાકકી કરી શકી નથી. હવે બાકીની મેચો ક્યારે અને ક્યાં રમાશે તે નક્કી થયું નથી. બોર્ડની હાલની પ્રાથમિકતા બધા ખેલાડીઓની સુરક્ષા છે અને ટૂંક સમયમાં વિદેશી ખેલાડીઓને પણ સુરક્ષિત રીતે પોત-પોતાના સંબંધિત દેશોમાં પહોંચાડી દેવામાં આવશે.


મેચ બંધ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ગભરાયા

મેચ બંધ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ગભરાયા

ધર્મશાળામાં મેચ બંધ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રિકી પોન્ટિંગ સહિત તમામ ખેલાડીઓ ઘરે પાછા ફરવા માગે છે. જોકે, ધર્મશાળામાં એરપોર્ટ બંધ હોવાથી, બધા ખેલાડીઓને ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. ફ્રેન્ચાઇઝી વિદેશી ખેલાડીઓને પણ પરિસ્થિતિ વિશે માહિતી આપી રહી છે. તેમને પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.

IPL 2025માં, 57 મેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જ્યારે 8 મેના રોજ ધર્મશાળામાં રમાયેલી 58મી મેચ (PBKS vs DC) સુરક્ષા કારણોસર અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પાકિસ્તાને જમ્મુ સહિત ઘણી જગ્યાએ ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ તોડી પાડ્યા. પરંતુ સાવચેતીના પગલા રૂપે, ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ બંધ કરી દેવામાં આવી હતી અને ખેલાડીઓને હોટેલ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.


IPL 2025માં કઈ ટીમોની હજુ પણ મેચ બાકી છે?

IPL 2025માં કઈ ટીમોની હજુ પણ મેચ બાકી છે?

59: LSG vs RCB

60: SRH vs KKR

61: PBKS vs MI

62: DC vs GT

63: CSK vs RR

64: RCB vs SRH

65: GT vs LSG

66: MI vs DC

67: RR vs PBKS

68: RCB vs KKR

69: GT vs CSK

70: LSG vs SRH.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top