આ દેશમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’નો નારો લગાવીને શખ્સે યહૂદી ભીડ પર ફેંક્યો ફાયરબોમ્બ, અનેક ઇજાગ્રસ્ત;

આ દેશમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’નો નારો લગાવીને શખ્સે યહૂદી ભીડ પર ફેંક્યો ફાયરબોમ્બ, અનેક ઇજાગ્રસ્ત; જુઓ વીડિયો

06/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’નો નારો લગાવીને શખ્સે યહૂદી ભીડ પર ફેંક્યો ફાયરબોમ્બ, અનેક ઇજાગ્રસ્ત;

અમેરિકાના કોલોરાડોમાં એક વ્યક્તિએ ‘ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવતા આગ લગાવતું ઉપકરણ ફેંક્યું. આ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે, જેને FBI દ્વારા આતંકવાદી કૃત્ય (એક્ટ ઓફ ટેરર) ગણાવ્યું. પોલીસે જણાવ્યું કે રવિવારે થયેલા હુમલા બાદ એક પુરુષ શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. FBIના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ પબ્લિક અફેર્સ બેન વિલિયમસને સોશિયલ મીડિયા સાઇટ X પર જણાવ્યું હતું કે, શંકાસ્પદ વ્યક્તિએ યહૂદી લોકોના ટોળા પર બોમ્બ ફેંકતી વખતે ફ્રી પેલેસ્ટાઇનની બૂમો પાડી હતી.


FBIના ડિરેક્ટર કાશ પટેલે આ ઘટનાને ‘લક્ષિત આતંકવાદી હુમલો’ ગણાવ્યો

FBIના ડિરેક્ટર કાશ પટેલે આ ઘટનાને ‘લક્ષિત આતંકવાદી હુમલો’ ગણાવ્યો

FBIના ડિરેક્ટર કાશ પટેલે આ ઘટનાને ‘લક્ષિત આતંકવાદી હુમલો ગણાવ્યો અને કોલોરાડોના એટર્ની જનરલ ફિલ વીઝરે કહ્યું હતું કે, ‘જે જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું તેને જોતા તે નફરતનો ગુનો લાગે છે. FBIએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 45 વર્ષીય મોહમ્મદ સાબરી સોલિમા તરીકે કરી હતી. ગાઝામાં બચેલા ઇઝરાયેલી બંધકોની યાદમાં એક પ્રદર્શની કાઢવામાં આવી હતી અને તેના પર આ હુમલો થયો હતો. બોલ્ડર પોલીસ વડા સ્ટીફન રેડફર્ને કહ્યું કે, આ હુમલો રવિવારે બપોરે બોલ્ડરના ડાઉનટાઉનમાં પર્લ સ્ટ્રીટ પર થયો હતો અને આ કૃત્ય અસ્વીકાર્ય હતું. હું તમને અનુરોધ અરુ છુ કે તમે પીડિતો, એ પીડિતોના પરિવારો અને આ દુર્ઘટનામાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરો.


ગયા મહિને ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી આવી હતી

ગયા મહિને ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી આવી હતી

ગયા મહિને વોશિંગ્ટન DCમાં ઇઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી આવી હતી, જેમાં શિકાગોમાં જન્મેલા એક વ્યક્તિની ધરપકડ બાદ આ હુમલો થયો છે, જ્યારે કોઈએ અમેરિકન યહૂદી સમિતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાંથી બહાર નીકળતા લોકોના જૂથ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારે અમેરિકામાં ઇઝરાયલ તરફી અને પેલેસ્ટિનિયન તરફી વિરોધીઓ વચ્ચે ગાઝા યુદ્ધ અંગે ધ્રુવીકરણને વધાર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top