Mid Day Meal: રખડતું કૂતરું મધ્યાહન ભોજન દૂષિત કરી ગયું તો પણ બાળકોને પીરસી દેવાયું, 78 વિદ્યાર

Mid Day Meal: રખડતું કૂતરું મધ્યાહન ભોજન દૂષિત કરી ગયું તો પણ બાળકોને પીરસી દેવાયું, 78 વિદ્યાર્થીઓને લગાવવી પડી એન્ટી-રેબિઝ ઇન્જેક્શન

08/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

Mid Day Meal: રખડતું કૂતરું મધ્યાહન ભોજન દૂષિત કરી ગયું તો પણ બાળકોને પીરસી દેવાયું, 78 વિદ્યાર

Mid Day Meal: છત્તીસગઢના બાલોદાબજારમાં આવેલી એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં એક રખડતા કૂતરાએ દૂષિત કરી દીધું હતું. છતા બાળકોને આ જ ભોજન પીરસી દેવામાં આવ્યું. આ વાતનો ખુલાસો થતા, સાવચેતી તરીકે 78 વિદ્યાર્થીઓને હડકવા વિરોધી રસી (એન્ટી રેબિઝ વેક્સીન) આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અને વહીવટી અધિકારીઓએ આ બાબતની તપાસ શરૂ કરી દીધી છે.


78 બાળકોએ આ ભોજન ખાઈ લીધું

78 બાળકોએ આ ભોજન ખાઈ લીધું

એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના 29 જુલાઈના રોજ પલારી બ્લોક હેઠળના લચ્છનપુર સરકારી માધ્યમિક શાળામાં બની હતી. શાળામાં મધ્યાહન ભોજન માટે તૈયાર કરાયેલ શાક એક રખડતા કૂતરાએ દૂષિત કરી દીધું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકોને જણાવી, ત્યારબાદ શિક્ષકોએ ખોરાક પીરસવાની ના પાડી દીધી, પરંતુ મધ્યાહન ભોજન તૈયાર કરી રહેલા સ્વ-સહાયતા જૂથે તેને અવગણીને ભોજન પીરસી દીધું. લગભગ 78 વિદ્યાર્થીઓએ આ ભોજન ખાધું. જ્યારે બાળકોએ તેમના ઘરે આ બાબતે જણાવ્યું, ત્યારે પરિવારજનો અને ગ્રામજનો શાળાએ પહોંચી ગયા. શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ઝાલેન્દ્ર સાહુ સહિત ઘણા લોકો શાળામાં પહોંચ્યા અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી અને સ્વ-સહાય જૂથ સામે કડક કાર્યવાહીની માગ કરી.

ત્યારબાદ, પરિવારજનો બાળકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા, જ્યાં સાવચેતીના ભાગ રૂપે 78 બાળકોને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. લચ્છનપુર આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ વીણા વર્માએ જણાવ્યું કે બાળકોને રસી માત્ર સાવચેતીના ભાગ રૂપે આપવામાં આવી છે, કોઈ સંક્રમણની પુષ્ટિ થઈ નથી. પ્રથમ ડોઝની કોઈ આડઅસર નથી. માતા-પિતા, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિની વિનંતી પર આ પગલું લેવામાં આવ્યું છે.


તપાસ દરમિયાન સ્વ-સહાયતા જૂથના સભ્યો હાજર ન રહ્યા

તપાસ દરમિયાન સ્વ-સહાયતા જૂથના સભ્યો હાજર ન રહ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સબ-ડિવિઝનલ ઓફિસર (SDM) દીપક નિકુંજ, બ્લોક શિક્ષણ અધિકારી નરેશ વર્મા અને અન્ય અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી અને બાળકો, માતા-પિતા, શિક્ષકો અને વ્યવસ્થાપન સમિતિના સભ્યોના નિવેદનો નોંધ્યા. જોકે, તપાસ દરમિયાન સ્વ-સહાયતા જૂથના સભ્યો હાજર ન રહ્યા.

આ કિસ્સામાં ક્ષેત્રિય ધારાસભ્ય સંદીપ સાહૂએ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈને પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેઓ એ પણ જાણવા માગતા હતા કે બાળકોને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવાનો આદેશ કયા સ્તરેથી આપવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top