Video: ‘આપણે જ છાતી ઠોકીને કહીએ છીએ પાકિસ્તાન જવાબદાર છે, પરંતુ..’ પહેલગામ હુમલાને લઈને આ શું બ

Video: ‘આપણે જ છાતી ઠોકીને કહીએ છીએ પાકિસ્તાન જવાબદાર છે, પરંતુ..’ પહેલગામ હુમલાને લઈને આ શું બોલી ગયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા?

08/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: ‘આપણે જ છાતી ઠોકીને કહીએ છીએ પાકિસ્તાન જવાબદાર છે, પરંતુ..’ પહેલગામ હુમલાને લઈને આ શું બ

Congress Mani Shankar Aiyars Remark On Op Sindoor Sparks Outrage: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઐય્યરે કહ્યું કે, ભારત સરકાર આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયના કોઈ પણ દેશે આ દાવા પર વિશ્વાસ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના સમયે પ્રવાસીઓ મેદાનમાં સમય વિતાવી રહ્યા હતા. હુમલા પાછળ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા બાદ, ભારત સરકારે 33 દેશોમાં સર્વપક્ષીય સાંસદોના 7 પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા, જેથી આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનનો પર્દાફાશ થઈ શકે. કોંગ્રેસના નેતાઓ શશી થરૂર, મનીષ તિવારી અને આનંદ શર્મા પણ આ પ્રતિનિધિમંડળોમાં સામેલ હતા.


શું કહ્યું મણિશંકર ઐય્યરે?

શું કહ્યું મણિશંકર ઐય્યરે?

હવે કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે નિવેદન સામે આવ્યું છે. ઐય્યરે કહ્યું કે, જે 33 દેશોમાં આપણે ગયા, તેમાંથી કોઈએ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર કે અમેરિકાએ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. માત્ર આપણે જ કહી રહ્યા છીએ કે તેની પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ કોઈ આપણને ગંભીરતાથી લઈ રહ્યું નથી. આપણે એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છીએ કે આ હુમલો કઈ પાકિસ્તાની એજન્સીએ કરાવ્યો. આપણી પાસે કોઈ નક્કર પુરાવા નથી, જે લોકોને વિશ્વાસ અપાવી શકે કે તેની પાછળ પાકિસ્તાનનો હાથ છે.

કોઈએ કહ્યું નથી... એ 33 દેશો.. જ્યાં થરૂર અને તેમના લોકો ગયા. કોઈએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. UNએ નથી કહ્યું કે પાકિસ્તાન જવાબદાર છે. અમેરિકાએ કહ્યું નથી કે પાકિસ્તાન જવાબદાર છે. આપણે જ છાતી ઠોકી-ઠોકીને કહીએ છીએ કે હાય-હાય... પાકિસ્તાન જવાબદાર છે. કોઈ માનવા તૈયાર નથી. આપણે કોઈ એવો પુરાવો રજૂ કરી શક્યા નથી જે લોકોને વિશ્વાસ આપે... કે અમે જાણીએ છીએ કઈ પાકિસ્તાની એજન્સીએ આ હરકત કરી છે.


પહલગામમાં શું થયું હતું?

પહલગામમાં શું થયું હતું?

પહલગામ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે કાશ્મીર ખીણમાં પ્રવાસનની સીઝન ચરમસીમાએ હતી. આ ઘટના બાદ, ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના કનેક્શનનો પર્દાફાશ કર્યો હતો. 3 દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરના દાચીગામના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદી હુમલાના ગુનેગારોને ઠાર કરવામાં આવ્યા છે. ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. એક આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો. માર્યા ગયેલા આતંકવાદીઓના નામ સુલેમાન, અફઘાની અને જિબ્રાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top