સીઝફાયર બાદ પાકિસ્તાનની ફરી નાપાક હરકત! કચ્છના હરામી નાળા, જખૌ, રાજસ્થાનમાં દેખાયા ડ્રોન
પહેલગામમાં થયેલા ટેરર એટેક બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને આતંકી આકાઓના ઠેકનાઓને ઠેકાણે પાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતી સર્જાઈ હતી. ભારતે આતંકીઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ બોખલાયેલા પાકિસ્તાને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ત્યાબાદ આજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સહમતિ બની હતી, હરામખોર પાકિસ્તાન નાપાક હરકતોથી ઉપર આવતું નથી. પાકિસ્તાન દ્વારા ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આજે સાંજે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ અંધારું પડતાં જ પાકિસ્તાને ફરી કાયરતાપૂર્ણ હરકત કરવાનું ચાલુ કરી દીધું છે. આજે શ્રીનગરને નિશાન બનાવવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું ચ્હે. અહી ડ્રોન થકી અનેક હુમલા કરાયા હોવાનું જાણવા મળી રહ્યું ચ્હે. તો કચ્છમાં ફરી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને અહી સાયરન વાગી રહ્યા છે. અહીના હરામીનાળા પાસે ડ્રોન દેખાયા છે ખાવડામાં 3, જખૌમાં 6 જેટલા ડ્રોન જોવા મળ્યા છે. રાજસ્થાનમાં પણ ડ્રોન જોવા મળ્યા છે. બનાસકાઠા, વાવ, સૂઈગામના તમામ ગામોમાં પણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે એટલે કે પાકિસ્તાન અવળચંડાઇ બંધ કરવાનું નથી ઓવું લાગે છે. ભારતીયોએ ચિંતા કરવાની જરૂરિયાત નથી. ભારતીય સેના બેઠી છે અને અત્યારે પણ સક્રિય છે. અને તેને જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાન ફરી કોઈ વધુ નાપાક હરકત કરશે અને ભારતીયોને નુકસાન પહોંચાડશે તો પછી પાકિસ્તાને તેનો અંજામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3:35 વાગ્યે બંને દેશોના DGMO વચ્ચે વાતચીત થઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશો સાંજે 5:00 વાગ્યાથી હવા, પાણી અને જમીન પર હુમલા તાત્કાલિક બંધ કરશે. આ સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. મિશ્રીએ કહ્યું હતું કે 12 મેના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp