‘ઓપરેશન સિંદૂર’માં કયા કયા આતંકી માર્યા ગયા? નામ આવ્યા સામે
ભારતીય સેનાએ 6-7 મેની મધ્યરાત્રિએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં ભારત સરકારે 100 આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી હતી. આ સંદર્ભમાં, માર્યા ગયેલા ઘણા આતંકવાદીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં લશ્કરનો ટોચનો કમાન્ડર અબૂ જિંદાલ, મસૂદ અઝહરનો બનેવી મોહમ્મદ જમીલ અને અન્ય ઘણા આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
‘ઓપરેશન સિંદૂર’માં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ઘણા ટોચના આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ ભારતમાં વિવિધ હુમલાઓમાં સામેલ હતા. ભારતીય સેનાના હવાઈ હુમલામાં આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હતા. આ અંગે મસૂદ અઝહરે કહ્યું હતું કે, ‘કાશ ઉપરવાળો મને પણ પોતાની પાસે બોલાવી લેતો.
અબુ જિંદાલ મુરીદકે સ્થિત મરકઝ તૈયબાનો વડો અને લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી કમાન્ડર હતો. પાકિસ્તાનની સરકાર અને સેનાએ તેમના અંતિમ સંસ્કારમાં વિશેષ સન્માન આપ્યું. પાકિસ્તાની સેનાનો વડા અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પુષ્પાંજલિ અર્પણ કરી અને સરકારી શાળાના પરિસરમાં અંતિમ સંસ્કારની નમાઝ અદા કરવામાં આવી. તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સરકાર અને લશ્કર વચ્ચે ગાઢ સંબંધ છે.
તે મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો હતો અને બહાવલપુર સ્થિત મરકઝ ‘સુભાન અલ્લાહ’નો પ્રમુખ હતો. તે જૈશમાં યુવાનોને કટ્ટરપંથી બનાવતો હતો અને આતંકવાદી સંગઠન માટે ભંડોળ એકત્ર કરતો હતો.
યુસુફ અઝહર મસૂદ અઝહરનો બીજો સાળો હતો, જે આતંકવાદી સંગઠન જૈશના શસ્ત્ર તાલીમ શિબિરનું સંચાલન કરતો હતો. તે જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો અને 1999ના IC-814 વિમાન હાઇજેક કેસમાં પણ તે વોન્ટેડ હતો.
આ આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં ઘણા હુમલાઓમાં સામેલ હતો અને અફઘાનિસ્તાનથી હથિયારોની તસ્કરીનું મોટું નેટવર્ક ચલાવતો હતો. તેના અંતિમ સંસ્કાર ફૈસલાબાદમાં થયા હતા, જેમાં પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર પણ હાજર રહ્યા હતા.
તે મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો, જે PoKમાં જૈશનો ઓપરેશનલ કમાન્ડર હતો. હસને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જે રીતે આ આતંકવાદીઓને રાજકીય સન્માન અને લશ્કરી હાજરી સાથે અંતિમ વિદાય આપવામાં આવી તે સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદીઓને ન માત્ર રક્ષણ આપે છે, પરંતુ આંતરિક સમર્થન પણ પૂરું પાડે છે. આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે ચિંતાનો વિષય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp