‘ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ! ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ MEAની પ્રેસ કોન્ફરન્સમાં કરી

‘ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ! ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ MEAની પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત

05/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ! ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ MEAની પ્રેસ કોન્ફરન્સમાં કરી

ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાતચીત બાદ યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વીટ કરી છે. આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી.


વિદેશ સચિવે કરી પ્રેસ બ્રીફિંગ:

વિદેશ સચિવે કરી પ્રેસ બ્રીફિંગ:

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ MEAની પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગૂ થઈ ગયું છે. આજે બપોરે 3:35 વાગ્યે બંને દેશોના DGMOની વાત થઈ. ત્યારબાદ સીઝફાયર સાંજે 5:00 વાગ્યાથી લાગૂ થઈ ગયું છે.


ઇશાક ડારે ટ્વીટ કરી આપી માહિતી

ઇશાક ડારે ટ્વીટ કરી આપી માહિતી

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાને તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન હંમેશાં પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.


યુદ્ધવિરામ પાછળ મોટું રાજનીતિક કારણ

યુદ્ધવિરામ પાછળ મોટું રાજનીતિક કારણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક જાહેર કરાયેલા યુદ્ધવિરામ પાછળ એક મોટું રાજનીતિક કારણ છે, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર છેલ્લા ઘણા દિવસોથી તેમના અમેરિકન સમકક્ષો સાથે સતત વાતચીતમાં સામેલ હતા. આ વાતચીતનો ઉદ્દેશ્ય સીમા પર વધતા તણાવનો અંત લાવવાનો અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો હતો.

અમેરિકન પક્ષે તેને બંને દેશોની ‘સામાન્ય સમજદારી અને બુદ્ધિમતાનું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપ્યા. હવે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સીમાઓ પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વધુ સકારાત્મક પગલાં લેવામાં આવશે.


અમેરીકાન વિદેશ મંત્રીએ શું કહ્યું?

અમેરીકાન વિદેશ મંત્રીએ શું કહ્યું?

અમેરિકના વિદેશ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 48 કલાક દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેમણે ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે સઘન વાતચીત કરી છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top