ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ છે અને સતત બીજા દિવસે પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને જમ્મુ-શ્રીનગરથી પઠાણકોટ અને પોખરણ સુધીના ડ્રોન હુમલાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.
ભારતે સાવચેતીના પગલા તરીકે 14 મે સુધી 32 એરપોર્ટ બંધ કરી દીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ત્રણેય સેના પ્રમુખો અને CDS સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ, સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગ દ્વારા માહિતી આપી. અમે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યા છીએ.
વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગના પ્રેસ બ્રિફિંગમાં કહેવામા આવ્યું કે:
પાકિસ્તાને ભારે હથિયારોનો ઉપયોગ કર્યો.
પાકિસ્તાની પ્રવૃત્તિઓ ઉશ્કેરણીજનક છે.
પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યા છીએ.
પાકિસ્તાને ગોળીબાર કર્યો.
પાકિસ્તાને નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો.
પાકિસ્તાને મિસાઇલ હુમલો કર્યો.
પાકિસ્તાનના ચાર એરબેઝ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
પાકિસ્તાને ઘણા ખોટા સમાચાર ફેલાવ્યા.
સેનાએ પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીનો વીડિયો જાહેર કર્યો
પાકિસ્તાને 26 સ્થળોએ હવાઈ ઘૂસણખોરી કરી.
પાકિસ્તાને તોપથી ગોળીબાર કર્યો.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, "પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો પર સતત હુમલા કરી રહી છે. તેણે ભારતીય લશ્કરી સ્થાપનો પર હુમલો કરવા માટે ડ્રોન, લોંગ રેન્જના શસ્ત્રો, લડાયક શસ્ત્રો અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. ભારતે ઘણા જોખમોને નિષ્ફળ કર્યો છે.’ તેમણે કહ્યું કે, પાકિસ્તાને 26થી વધુ સ્થળો પર હવા દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો અને તેમણે ઉધમપુર, ભૂજ, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર અમારા ઉપકરણો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને પંજાબમાં વાયુસેનાના મથકને નિશાન બનાવવા માટે રાત્રે 1:40 વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. તેમણે આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલો કર્યો.’ તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો કે, S-400 એર ડિફેન્સ સિસ્ટમને કોઈ નુકસાન થયું નથી.