આતંકની નર્સરી ચલાવી રહેલા પાકિસ્તાનને IMFએ આપી દીધી ભીખ, ભારતે વિરોધ કરતા વોટિંગમાં ન લીધો ભાગ

આતંકની નર્સરી ચલાવી રહેલા પાકિસ્તાનને IMFએ આપી દીધી ભીખ, ભારતે વિરોધ કરતા વોટિંગમાં ન લીધો ભાગ

05/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

આતંકની નર્સરી ચલાવી રહેલા પાકિસ્તાનને IMFએ આપી દીધી ભીખ, ભારતે વિરોધ કરતા વોટિંગમાં ન લીધો ભાગ

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ શુક્રવારે હાલની એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી હેઠળ પાકિસ્તાનને લગભગ 1 અબજ ડોલરની તાત્કાલિક સહાય આપવાની મંજૂરી આપી આપી દીધી છે. આ માહિતી પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવી હતી. આ અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ‘પાકિસ્તાન માટે IMF દ્વારા 1 અબજ ડોલરના હપ્તાને મંજૂરી મળવીએ ભારતની દબાણ બનાવવાની વ્યૂહરચનાની નિષ્ફળતા છે. આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.


ભારત મતદાનથી દૂર રહ્યું

ભારત મતદાનથી દૂર રહ્યું

આ અગાઉ, ભારતે IMF તરફથી પાકિસ્તાનને પ્રસ્તાવિત 1.3 બિલિયનના બેલઆઉટ પેકેજ પર મતદાનથી દૂર રહ્યું હતું. ભારતે આ પાછળ ઇસ્લામાબાદના નાણાકીય સહાયના ઉપયોગમાં નબળા રેકોર્ડ'નો સંદર્ભ આપ્યો હતો. 9 મેના રોજ વોશિંગ્ટનમાં IMF બોર્ડની બેઠકમાં, ભારતે IMFની સહાય શરતો પૂર્ણ કરવામાં પાકિસ્તાન દ્વારા વારંવાર નિષ્ફળતા પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે IMFના એક અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના વારંવારના બેલઆઉટને કારણે તે IMF માટે ‘ખૂબ જ મોટું અને નિષ્ફળ દેવાદાર બની ગયું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને IMF સહાય પૂરી પાડવામાં રાજકીય પરિબળો પણ ભૂમિકા ભજવે છે. ભારતે એ પણ પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય તેની ગુપ્તચર એજન્સીઓ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ કરે છે, જે ભારત પર હુમલાને અંજામ આપતા રહ્યા છે.


પાકિસ્તાનનું અર્થતંત્ર IMF પર નિર્ભર

પાકિસ્તાનનું અર્થતંત્ર IMF પર નિર્ભર

કંગાળી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનનું અર્થતંત્ર IMFની સહાય પર ખૂબ નિર્ભર છે. આ મતદાનથી ભારતના અંતરને IMF અને અન્ય બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે કે નક્કર પગલાં લીધા વિના પાકિસ્તાનને નાણાકીય સહાય આપવી એ પ્રાદેશિક સુરક્ષા માટે ખતરનાક બની શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top