ઓપરેશન સિંદુર: પોતિકાઓને ગુમાવવાનો દર્દ શું હોય એ અઝહરને ખબર પડી ગઈ હશે! આતંકીના પરિવારના 14 લો

ઓપરેશન સિંદુર: પોતિકાઓને ગુમાવવાનો દર્દ શું હોય એ અઝહરને ખબર પડી ગઈ હશે! આતંકીના પરિવારના 14 લોકોના મોત, ભારતનો મોસ્ટ વોન્ટેડ..

05/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન સિંદુર: પોતિકાઓને ગુમાવવાનો દર્દ શું હોય એ અઝહરને ખબર પડી ગઈ હશે! આતંકીના પરિવારના 14 લો

Opration Sindoor: લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં જરાય સંકોચ ન અનુભવનારા આતંકીઓના આકા મસૂદ અઝહરને હવે પોતિકાઓને ગુમાવવાનો દર્દ શું હોય એ ખબર પડી ગઈ હશે કારણ કે ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. માર્યા ગયેલા લોકોની યાદીમાં મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રઉફ અસગરનો પુત્ર હુઝૈફાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રઉફ અસગરના ભાઈની પત્નીના મોતના સમાચાર પણ આવી રહ્યા છે.

BBCના અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે કહ્યું છે કે બહાવલપુરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને 4 નજીકના સાથીઓ માર્યા ગયા હતા. હું પણ તેમની સાથે મરી ગયો હોત તો સારું થાત. જઈશ-એ-મોહમ્મદે એક નિવેદનમાં કહ્યું કે, ‘મસૂદ અઝહરની મોટી બહેન સાથે મૌલાના કશફનો આખો પરિવાર માર્યો ગયો.


કોણ છે મસૂદ અઝહર?

કોણ છે મસૂદ અઝહર?

મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક માનવામાં આવે છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સના હાઇજેકના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંધકોને મુક્ત કરવાના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી, તે પાકિસ્તાનમાં છુપાઈને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.

મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો, 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો, 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો અને 2019માં પુલવામામાં આત્મઘાતી હુમલો કરવા જેવી ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો.


મસૂદની મદ્રેસા પર હુમલો

મસૂદની મદ્રેસા પર હુમલો

'ઓપરેશન સિંદૂર' હેઠળ, ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં બહાવલપુરમાં તેની મદ્રેસા અને જૈશના મુખ્યાલયને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યું. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. મસૂદ અઝહરને 2019માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપતો રહ્યો છે અને તેના સંગઠનનો વિસ્તાર કરવા માટે નવા મદ્રેસા ખોલવાની યોજના બનાવી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top