ભારતના આકરા તેવરથી પાણી-પાણી થયું પાકિસ્તાન, આ 2 શહેરોમાં નૉ ફ્લાઇંગ ઝોન જાહેર કરાયા
પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા અને નિર્દોષ લોકોનો નરસંહાર કરનારા આતંકવાદીઓનો આકા પાકિસ્તાન હવે ભારતથી ડરી રહ્યું છે. પાકિસ્તાનના ઘણા નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ કરી શકે છે. ભયના વાતાવરણ વચ્ચે, પાકિસ્તાન સરકારે હવે પોતાની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને તેના 2 મહત્ત્વપૂર્ણ શહેરો, ઇસ્લામાબાદ અને લાહોરને નો-ફ્લાય ઝોન જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને હવે 2 મે સુધી ઇસ્લામાબાદ અને લાહોરમાં નો ટૂ એરમેન એટલે કે નોટેમ (NOTEM) જાહેર કડી દીધું છે. આ મુજબ, હવે આ નો ફ્લાય ઝોન હશે અને અહીં કોઈ વિમાન ઉડાણ નહીં ભરી શકે. ઇસ્લામાબાદ અને લાહોર પાકિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ શહેરોમાંથી એક છે.
ભારતના ડરનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 2:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તરારે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે તેમને માહિતી મળી છે કે ભારત આગામી 24-36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તરારે અપીલ કરતા કહ્યું કે પાકિસ્તાન પોતે આતંકવાદનું શિકાર છે અને આ સંકટના દુ:ખને ખરેખર સમજે છે. અમે હંમેશા દુનિયામાં તેની નિંદા કરી છે.
પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સતત ફાયરિંગની ઘટનાઓને અંજામ આપી રહી છે. ભારતીય સેના સતત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. ગઈકાલે, વડાપ્રધાન મોદીએ સંરક્ષણ અધિકારીઓ સાથે એક મોટી બેઠક કરી હતી અને સેનાને કોઈપણ કાર્યવાહી માટે છૂટ આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp