ગુજરાતમાં આ તારીખ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જ

ગુજરાતમાં આ તારીખ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી

05/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં આ તારીખ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાયું છે. ભારતે પાકિસ્તાની ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, પરંતુ પાકિસ્તાન હજી સુરધરવાનું નામ લઈ રહ્યું નથી, આતંકીઓના મોત પર આંસુ વહાવી રહ્યું છે અને ટોચના આતંકીઓને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યું, સાથે જ પાકિસ્તાન ભારતના સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના તમામ નાપાક હરકતો નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ગુજરાતના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે.


અનિશ્ચિત સમય સુધી માછીમારી પર પ્રતિબંધ

અનિશ્ચિત સમય સુધી માછીમારી પર પ્રતિબંધ

આ સાથે જ સુરતના દરિયાઈ માર્ગની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મરીન કમાન્ડોર પેટ્રોલિંગ વધારી દીધી છે તો બીજી તરફ સુરત સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર સાથે ખાસ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે, AMCએ તમામ સ્વાસ્થ્યકર્મીઓની રજા રદ કરી દીધી છે. જેથી કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિ માટે તૈયાર રહી શકાય.  

બીજી તરફ કચ્છના દરિયામાંથી 500 બોટ પાછી બોલાવી લેવામાં આવી છે અને અનિશ્ચિત સમય સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.


ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન ઉડાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. કૃપયા સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top