મુલ્લા જનરલ મુનીરે ‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં લોન્ચ કર્યું ‘બુનયાન અલ મરસૂસ’ અભિયાન, જાણો શું છે તેનો અર્થ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતી છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે એટ્લે પાકિસ્તાન બોખલાયું છે અને હવે તે અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. તેની આર્મી સતત ભારતના સામાન્ય નાગરિકો પર હુમલા કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારતીય સેનાને સો-સો સલામ કે તે પાકિસ્તાનના દરેક નાપાક કાવતરા નિષ્ફળ બનાવી રહી છે. ગત રાત્રે તો તેને ભારત પર ફતેહ મિસાઇલ છોડી હતી, પરંતુ દરેક વખતની જેમ તે પણ નિષ્ફળ ગઈ. અને તેને ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ નષ્ટ કરી દીધી. જેના ટુકડા કચ્છની આસપાસ મળી આવ્યા હોવાના અહેવાલ છે. તો આવા જ કેટલાક ટુકડા હરિયાણાના સિરસામાં પણ મળી આવ્યા છે. જો કે, સત્તાવાર અધિકારીઓએ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. ગત રાત્રે પાકિસ્તાને મોટા પાયે ભારતના ઘણા શહેરો પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાના મુલ્લા મુનીરે ભારત વિરુદ્ધ ઓપરેશન ‘બુનયાન અલ મરસૂસ’ લોન્ચ કર્યું છે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ તેનો અર્થ શું છે.
જનરલ અસીમ મુનીરે 10 મે 2025ના રોજ વહેલી સવારે ‘બુનયાન અલ મરસૂસ’ લોન્ચ કર્યું. તેનો દાવો છે કે આ અંતર્ગત પાકિસ્તાન વાયુસેનાએ પઠાણકોટ, ઉધમપુર એરબેઝ પર હુમલો કર્યો છે. જોકે આપણા બધા એરબેઝ સુરક્ષિત છે. અને મીડિયા અહેવાલો મુજબ, ભારતે ફરી કપટી પાકિસ્તાનનાં વિમાન તોડી પાડ્યા છે, જેમાથી પાયલટ કૂદી પડ્યા હતા, જેની ભારતીય સેના શોધખોળ કરી રહી છે. હા, એ વાત ચોક્કસ સાચી છે કે પાકિસ્તાની સેના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહી છે. આ ઓપરેશન પહેલા પણ પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઘણા ઓપરેશન ચલાવ્યા, જેમાં પાકિસ્તાનનો અંજામ ખૂબ ખરાબ થયો હતો.
મુલ્લા જનરલ અસીમ મુનીરે ઓપરેશન સિંદૂર વિરુદ્ધ 'બુનયાન અલ મરસૂસ' જાહેર કરીને પાકિસ્તાનને જોખમમાં મૂકી દીધું છે. ભલે આ ભારત વિરુદ્ધ કહેવાતું હોય, પરંતુ તેનું પરિણામ પાકિસ્તાનના લોકોએ જ ભોગવવું પડશે. મુલ્લા જનરલે થોડા દિવસ અગાઉ ઇસ્લામાબાદમાં આપેલા ભાષણ મુજબ આ ઓપરેશનનું નામ આપ્યું છે. ઇસ્લામાબાદમાં ‘બુનયાન અલ-મરસૂસ’નું ઇસ્લામમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કુરાનની સુરા 61-4માં તેનો ઉલ્લેખ છે, જેનો અર્થ છે- ‘અલ્લાહ એ બધા લોકોને પ્રેમ કરે છે જેઓ તેમના હક માટે લડે છે.’ બુનયાનનો અર્થ થાય છે ઇમારત. મારસૂસનો અર્થ થાય છે મજબૂત. ‘બુનયાન અલ મરસૂસ’ એટલે કે એક એવી ઇમારતને દર્શાવે ચ્હે જે ખૂબ જ મજબૂત અને એકજૂથ છે. અલ કાયદા કે ISISના વડાની જેમ, પાકિસ્તાનના આર્મી ચીફ તેનો ઉપયોગ મુસ્લિમોની એકતા અને તાકતના પ્રતીક તરીકે કરી રહ્યો છે. આ મુરખોના સરદારને ખબર નથી કે પહેલગામમાં હિન્દુઓના નરસંહારના મુદ્દા પર પડોશી તાલિબાન પણ તેની સાથે નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp