પાકિસ્તાને કરી દીધું સરેન્ડર? વિદેશ મંત્રી ઇશાક ડાર બોલ્યા- ‘જો ભારત રોકાય છે તો અમે...’
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત રોકાયું તો અમે પણ રોકાવા માટે તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન વધુ નુકસાન ઇચ્છતું નથી. જિયો ન્યૂઝ સાથે વાત કરતા, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું કે, ‘અમે પોતાને નુકસાન પહોંચાડવા માગતા નથી. અમે વિનાશ અને પૈસાનો બગાડ ઇચ્છતા નથી. પાકિસ્તાન હંમેશાં શાંતિ ઇચ્છતું રહ્યું છે અને જો ભારત આ સમયે અટકી જશે, તો અમે શાંતિનો પર વિચાર કરીશું અને જવાહી કાર્યવાહી કે કંઈ નહીં કરીએ. અમને વાસ્તવમાં શાંતિ જોઈએ છે.’
પરંતુ ઇશાક ડારનું એમ કહેવું કે, ‘જો ભારત રોકાય જાય છે તો અમે શાંતિ પર વિચાર કરીશું..’એ પણ ઘણું બધુ કહી દે છે. વાસ્તવમાં તેઓ નથી ઇચ્છતા કે પાકિસ્તાનમાં શાંતિ બનેલી રહે. ભારત રોકાય જાય અને પછી પાકિસ્તાન રોકાવાની જગ્યાએ વિચાર જ કરતું રહે અને નાપાક હરકતોથી ઉપર ન આવે તેની શું ગેરન્ટી? પાકિસ્તાન હંમેશાં પીઠ પાછળ છરો મારવામાં આગળ છે. તો તેના પર વિશ્વાસ કઈ રીતે કરવો?
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે વાત કરી હતી. યુઅમેરિકન વિદેશ વિભાગના પ્રેસ સ્ટેટમેન્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે અપીલ કરવામાં આવી છે. સેક્રેટરી રુબિયોએ તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત ફરી શરૂ કરવા માટેના પોતાના આહ્વાનને પુનરાવર્તિત કરતા કહ્યું કે તણાવને વાતચીત દ્વારા ઓછો કરવો જોઈએ.
શુક્રવારે, પાકિસ્તાને ફરીથી 26 સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાએ કહ્યું કે જવાબી હુમલાથી બચવા માટે, પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી અને નાગરિક વિમાનો પર પ્રતિબંધ લગાવ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp