ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાની પોસ્ટ અને આતંકી લોન્ચ પેડ તબાહ; જુઓ વીડિયો

ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાની પોસ્ટ અને આતંકી લોન્ચ પેડ તબાહ; જુઓ વીડિયો

05/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાની પોસ્ટ અને આતંકી લોન્ચ પેડ તબાહ; જુઓ વીડિયો

પાકિસ્તાની સેના ગઈકાલ રાતથી સતત ભારતીય સૈન્ય અને રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહી છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. જે આતંકવાદી લોન્ચ પેડથી પાકિસ્તાની સેના ડ્રોન હુમલા કરી રહી હતી. ભારતીય સેના દ્વારા તેમને તોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સને તબાહ કરી દીધા છે અને પાડોશી દેશની કમર તોડી નાખી છે.


પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર ભારતના અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા

પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર ભારતના અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા

આ પહેલા પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર ભારતના અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર અને રાજૌરી તેમજ પંજાબના જાલંધરમાં વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાન દ્વારા ભારતના રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પઠાણકોટમાં વહેલી સવારે જોરદાર વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે.

ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે, પાકિસ્તાને 8 અને 9 મેની રાત્રે ભારતની પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.


પાકિસ્તાને ભારતના 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો

પાકિસ્તાને ભારતના 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો

સેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય સરહદોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં. આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરથી બોખલાયેલા થયેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરથી જેસલમેર સુધી ભારતના લગભગ 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top