નાગરોટા એરબેઝનો ફેક વીડિયો આવે તો સાચો ન માની લેતા, આ છે વીડિયોની વાસ્તવિકતા
સોશિયલ મીડિયા પર એવા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન સરહદ પર ભારતીય સેના સામે લડવા સક્ષમ નથી, એટલે આવો પ્રોપગેંડા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમારે એક જવાબદાર નાગરિક હોવાને કારણે, આવા વીડિયો ફોરવર્ડ ન કરવા જોઈએ. ચાલો આવા જ એક નકલી વીડિયો વિશેની વાસ્તવિકતા જાણીએ.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, નાગરોટા એર બેઝ પર હુમલો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ દાવામાં કોઈ વાસ્તવિકતા નથી. તમારે આવા ખોટા દાવાઓ પર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. સાવચેત રહો અને આવા વીડિયોથી ગભરાશો નહીં. પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને અસુરક્ષા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ એક જૂનો વીડિયો છે. PIB ફેક્ટ ચેક અનુસાર, આ વીડિયો મૂળ રૂપે ઓક્ટોબર 2024માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ જૂના વીડિયોમાં ડિજિટલી ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને પાકિસ્તાની હુમલાના ફૂટેજ તરીકે ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યો છે.
Heard of attack on Nagrota Air Base❓BEWARE‼️An old and digitally altered video is being falsely circulated as footage of a Pakistani attack on the Nagrota Air Base.#PIBFactCheck✅ This video was originally posted on Instagram in October 2024.🔗 Watch:… pic.twitter.com/eO0o5njfRi — PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
Heard of attack on Nagrota Air Base❓BEWARE‼️An old and digitally altered video is being falsely circulated as footage of a Pakistani attack on the Nagrota Air Base.#PIBFactCheck✅ This video was originally posted on Instagram in October 2024.🔗 Watch:… pic.twitter.com/eO0o5njfRi
એક ભારતીય હોવાને કારણે તમારે ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સેના સતત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. વાયરલ થઈ રહેલા આવા નકલી વીડિયો પર વિશ્વાસ કરીને તમારે તમારું મનોબળ નબળું પાડવાની જરૂર નથી. ભારત અને ભારતીય સેના પાકિસ્તાન અને પાકિસ્તાની સેના કરતા અનેક ગણી મજબૂત છે. આ જ કારણ છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, ત્યારે ભારત હંમેશા પાકિસ્તાન પર ભારે પડ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp