ઇન્ડિયન આર્મીએ શેર કર્યો જવાનોની શૌર્યગાથાનો વીડિયો, જોઈને તમારો જુસ્સો પણ થઈ જશે હાઇ!

ઇન્ડિયન આર્મીએ શેર કર્યો જવાનોની શૌર્યગાથાનો વીડિયો, જોઈને તમારો જુસ્સો પણ થઈ જશે હાઇ!

05/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઇન્ડિયન આર્મીએ શેર કર્યો જવાનોની શૌર્યગાથાનો વીડિયો, જોઈને તમારો જુસ્સો પણ થઈ જશે હાઇ!

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જ્યારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી આકાઓના ઠેકાણા નષ્ટ કર્યા તો પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને તે બદલો લેવાની વાતા કરી રહ્યું છે. બદલાની આગમાં મૂરખ સેના (પાકિસ્તાની સેના) ભારતીય નાગરિકો અને શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારતીય સેના પણ ઓછી ઉતરે એમ નથી. પાકિ આર્મીના તમામ પ્રયાસ નિષ્ફળ બનાવી રહી છે અને બનાવતી રહેશે. આ દરમિયાન ભારતીય સેનાએ જવાનોની શૌર્યગાથાનો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમારો જોશ પણ હાઇ થઈ જશે, અને જવાનોના સાહસની સરાહના કર્યા વિના ન રહો. આમ પણ આ કપરા સમયમાં દરેક ભારતીય, સેનાન સાથે જ છે અને તેના શૌર્યને બિરદાવી રહ્યા છે.


ઇન્ડિયન આર્મીના સત્તાવાર X હેન્ડલ પરથી શેર કરાયો વીડિયો

ઇન્ડિયન આર્મીના સત્તાવાર X હેન્ડલ પરથી શેર કરાયો વીડિયો

ઇન્ડિયન આર્મીના સત્તાવાર X હેન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યું કે, ‘ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો. જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં 8 અને 9 મે 2025ની રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં, ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર સંકલિત હુમલો કર્યો, તેમને નષ્ટ કરી દીધા. નિયંત્રણ રેખાની નજીક સ્થિત આતંકવાદી લોન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણ કરવા માટેનું કેન્દ્ર હતું. ભારતીય સેનાની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીથી આતંકવાદી માળખા અને ક્ષમતાઓને નોંધપાત્ર ઝટકો લાગ્યો છે.


સોફિયા કુરેશીએ વીડિયો બતાવી જણાવ્યુ ભરતે જવાન કેવી રીતે આતંકીઓની કાબર ખોદી રહ્યા છે

સોફિયા કુરેશીએ વીડિયો બતાવી જણાવ્યુ ભરતે જવાન કેવી રીતે આતંકીઓની કાબર ખોદી રહ્યા છે

શનિવારે સવારે રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા થયેલી પ્રેસ બ્રીફિંગમાં ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ પણ એક વીડિયો દેખાડ્યો, જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ભારતીય જવાન પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની કબર ખોદી રહ્યા છે.

આ વીડિયોમાં ભારતીય સેના પાકિસ્તાની પોસ્ટ અને આતંકી લોન્ચ પેડ્સને ધ્વસ્ત કરી રહી છે. વીડિયોમાં ભારતીય જવાનોને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ટારગેટ પર સટિક નિશાન લગાવતા જોઈ શકાય છે. હુમલાવાળી જગ્યાથી ધુમાડો ઊઠતો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પાકિસ્તાની પોસ્ટ અને ટેરર લોન્ચ પેડ્સ ધ્વસ્ત થતા જોવા મળી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top