ભારતીય સેનાને સલામ! પાકિસ્તાને ભારત પર છોડી દીધેલી ફતેહ મિસાઇલ, કચ્છમાં મળી આવ્યા ટુકડા; જુઓ વી

ભારતીય સેનાને સલામ! પાકિસ્તાને ભારત પર છોડી દીધેલી ફતેહ મિસાઇલ, કચ્છમાં મળી આવ્યા ટુકડા; જુઓ વીડિયો

05/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતીય સેનાને સલામ! પાકિસ્તાને ભારત પર છોડી દીધેલી ફતેહ મિસાઇલ, કચ્છમાં મળી આવ્યા ટુકડા; જુઓ વી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ભારત પર ફતેહ મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી દીધી છે. ભારતીય એર સિસ્ટમે થોડી જ મિનિટોમાં પાકિસ્તાની મિસાઇલને હવામાં ઉડાવી  દીધી પાડી હતી. ફતેહ એક બેલેસ્ટિક મિસાઈલ છે અને તેને ખૂબ ખતરનાક પણ માનવામાં આવે છે. આ મિસાઈલ દ્વારા પાકિસ્તાન ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં ક્યાંક એક વ્યૂહાત્મક લક્ષ્યને નિશાન બનાવી રહ્યું હતું. આ મિસાઈલના ટુકડા કચ્છમાં મળી આવ્યા છે. કચ્છ જેવા જ ટુકડા હરિયાનના સિરસામાં પણ મળી આવ્યા છે. 


ફતેહ મિસાઇલ શું છે?

ફતેહ મિસાઇલ શું છે?

ફતેહ એક ગાઈડેડ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ છે, જે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. 140 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઈલ અનેક પ્રકારના વોરહેડ્સ લઈ જવામાં પણ સક્ષમ છે. આ મિસાઈલ ટ્રક આધારિત લોન્ચરથી છોડી શકાય છે.


પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું

પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું

ભારત સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બપોરે 12:00 વાગ્યા સુધી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાવલપિંડી અને રફીકી એરબેઝ પર થયેલા હુમલા બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top