પૂર્વ ક્રિકેટર આફ્રિદીએ પાકિસ્તાનની ખોલી દીધી પોલ, બોલ્યો- ‘અમારી સેના પહેલા જ..’

પૂર્વ ક્રિકેટર આફ્રિદીએ પાકિસ્તાનની ખોલી દીધી પોલ, બોલ્યો- ‘અમારી સેના પહેલા જ..’

04/30/2025 World

SidhiKhabar

SidhiKhabar

પૂર્વ ક્રિકેટર આફ્રિદીએ પાકિસ્તાનની ખોલી દીધી પોલ, બોલ્યો- ‘અમારી સેના પહેલા જ..’

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે ભારતમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. અને ત્યાંના નેતાઓ જાત જાતના લાવરા કરી રહ્યા છે કે ભારત આમ કરશે તો અમે તેમ કરીશું, ફલાણું કરીશું, ઢીમકું કરીશું. ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદીએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.


આફ્રિદીએ ખોલી પાકિસ્તાનની પોલ

આફ્રિદીએ ખોલી પાકિસ્તાનની પોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ પર એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન કોઈ રાજકારણી કે સુરક્ષા વિશ્લેષકનું નથી, પરંતુ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું છે, જેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાની સેના પહેલાથી જ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લડી રહી છે, અને ઘણા મોરચે ફસાયેલી છે.

બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં ચાલી રહેલી અસ્થિરતાનો ઉલ્લેખ કરતા આફ્રિદીએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા આતંકવાદી સંગઠનો દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને કારણે સેનાને ભારે નુકસાન થઈ રહ્યું છે.

શાહિદ આફ્રિદીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ શું છે. પાકિસ્તાની સેના આંતરિક બળવા, અલગાવવાદી આંદોલનો અને આતંકવાદી હુમલાઓ સામે ઝઝૂમી રહી છે. આ સંજોગોમાં, તે બાહ્ય મોરચે (જેમ કે ભારત સાથે યુદ્ધ) લડવાની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી.


બલૂચ અને તાલિબાન જૂથો કરી રહ્યા છે પાકિસ્તાની આર્મી પર હુમલા

બલૂચ અને તાલિબાન જૂથો કરી રહ્યા છે પાકિસ્તાની આર્મી પર હુમલા

તાજેતરમાં, પાકિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)નો કહેર જોવા મળ્યો હતો, જ્યારે તેમણે જાફર એક્સપ્રેસ નામની ટ્રેનનું અપહરણ કર્યું. આ દરમિયાન, BLA અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઘણા પાકિસ્તાની સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ઘણા પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા સંગઠનો સતત પાકિસ્તાની સેના પર હુમલા કરી રહ્યા છે. સેનાને દર મહિને પોતાના સૈનિકોના જીવ ગુમાવવા પડે છે. પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલો સામાન્ય બની ગયો છે.


ખૈબર પખ્તુનખ્વામાં પણ અશાંતિ

ખૈબર પખ્તુનખ્વામાં પણ અશાંતિ

TTP પાકિસ્તાન સરકાર અને સેના સામે યુદ્ધ કરી રહ્યું છે. આ સંગઠન ખૈબર પખ્તુનખ્વાના આદિવાસી વિસ્તારોમાં સક્રિય છે અને ઘણીવાર સુરક્ષા દળો પર હુમલો કરે છે. ખૈબર પખ્તુનખ્વાની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. અફઘાન તાલિબાન સત્તામાં પાછા ફર્યા બાદ, TTPને આપવામાં આવતા સમર્થન મળવાથી તે પાકિસ્તાની સેના માટે વધુ ખતરનાક બની ગયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top