બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીએ કર્નલ સોફિયા કુરૈશીના કર્યા ભરપૂર વખાણ, બોલ્યા- ‘રાણી

બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીએ કર્નલ સોફિયા કુરૈશીના કર્યા ભરપૂર વખાણ, બોલ્યા- ‘રાણી લક્ષ્મીબાઇની..’

05/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીએ કર્નલ સોફિયા કુરૈશીના કર્યા ભરપૂર વખાણ, બોલ્યા- ‘રાણી

દેશમાં રાષ્ટ્રવાદ અને સેના પ્રત્યે સન્માન માટે જાણીતા બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એકવાર પાકિસ્તાન અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. યુદ્ધવિરામ વિશે પૂછવામાં આવતા બાબા બાગેશ્વરે પાકિસ્તાનને કપૂત અને કૂતરાની પૂંછડી ગણાવતા કહ્યું કે તેની વિચારસરણી ક્યારેય સીધી ન હોઈ શકે. વાસ્તવમાં, છતરપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા, તેમણે પાકિસ્તાનના એ સેલિબ્રેશન પર કટાક્ષ કર્યો, જે તે જીતના નામ પર મનાવી રહ્યું છે.


યુદ્ધ વિના કોઈ જીત કે હાર નથી હોતી- ધીરેન્દ્ર શાસ્ત્રી

યુદ્ધ વિના કોઈ જીત કે હાર નથી હોતી- ધીરેન્દ્ર શાસ્ત્રી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ‘યુદ્ધ વિના કોઈ જીત કે હાર નથી હોતી. આપણી સેના હજુ યુદ્ધમાં પ્રવેશી પણ નથી, તો પછી તેઓ શું ઉજવણી કરી રહ્યા છે? જ્યારે તેમના દરેક વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા હતા, ત્યારે આપણે 2 દિવસ અગાઉ જ મીની દિવાળી ઉજવી રહ્યા હતા, શું તેમણે ન જોયું?

તેમણે પાકિસ્તાનની જૂની આદતો પર પણ નિશાન સાધતા કહ્યું, પાકિસ્તાનને રડવાની આદત છે. આ દેશ, જે હંમેશાં પોતાને પીડિત કહે છે, તે પોતાની હરકતોથી ઉપર આવતો નથી. તેની વિચારસરણી કુટિલ છે અને હંમેશાં કુટિલ જ રહેશે. બાબા બાગેશ્વરે દેશની સુરક્ષા અંગે એક મોટું સૂચન પણ આપ્યું. તેમણે કહ્યું કે દરેક ગામમાં સૈન્ય તાલીમ કેન્દ્રો ખોલવા જોઈએ જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક ગામના બાળકો અને યુવાનો દેશની રક્ષામાં યોગદાન આપી શકે.


લક્ષ્મીબાઈની યાદ અપાવે છે સોફિયા કુરેશી: ધિરેન્દ્ર શાસ્ત્રી

લક્ષ્મીબાઈની યાદ અપાવે છે સોફિયા કુરેશી: ધિરેન્દ્ર શાસ્ત્રી

કાર્યક્રમ દરમિયાન બાબા બાગેશ્વરે 'ઓપરેશન સિંદૂર'ની નાયિકા કર્નલ સોફિયા કુરેશીના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ‘બુંદેલખંડની ધરતી નૌગાંવ સાથે જોડાયેલા સોફિયા કુરેશી પર આપણને ગર્વ છે. જે સાહસ અને નેતૃત્વ સાથે ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કર્યું, તે મહારાણી લક્ષ્મીબાઈની યાદ અપાવે છે. સોફિયા કુરેશીની પ્રશંસા કરતા, બાબા બાગેશ્વર તરીકે જાણીતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જ્યારે દેશની દીકરીઓ રાષ્ટ્ર માટે ઉભી રહે છે, ત્યારે દુશ્મનને હારનો સામનો કરવો પડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top