કેનેડામાં નવા મંત્રીમંડળની રચના, આ 3 ભારતવંશીઓને મળી મોટી જવાબદારી; શું ભારત સાથે સુધરશે સંબંધ?

કેનેડામાં નવા મંત્રીમંડળની રચના, આ 3 ભારતવંશીઓને મળી મોટી જવાબદારી; શું ભારત સાથે સુધરશે સંબંધ?

05/14/2025 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડામાં નવા મંત્રીમંડળની રચના, આ 3 ભારતવંશીઓને મળી મોટી જવાબદારી; શું ભારત સાથે સુધરશે સંબંધ?

કેનેડામાં ચૂંટણી જીત્યા બાદ, વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે પોતાના મંત્રીમંડળની રચના કરી. નવા મંત્રીમંડળમાં કુલ 38 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 28 કેબિનેટ મંત્રીઓ અને 10 રાજ્યમંત્રીઓ છે. આ રાજ્ય મંત્રીઓને વિવિધ વિભાગોનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં એક ભારતીય નેતાને પણ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.


કાર્ની સરકારે સ્પષ્ટ કરી પોતાની પ્રાથમિકતાઓ

કાર્ની સરકારે સ્પષ્ટ કરી પોતાની પ્રાથમિકતાઓ

નવા મંત્રીમંડળની રચના બાદ, વડાપ્રધાન કાર્નીએ પોતાની સરકારની પ્રાથમિકતાઓ પણ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે કેનેડાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી, દેશમાં વધતી જતી મોંઘવારી ઘટાડવી અને અમેરિકા સાથે નવા આર્થિક અને સુરક્ષા સંબંધો બનાવવા, તેમની સરકારની પ્રાથમિકતાઓ રહેશે.

વડાપ્રધાન કાર્નીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, ‘કેનેડા, નવા મંત્રીમંડળને મળો. આ એક એવી ટીમ છે જે સશક્ત છે અને નેતૃત્વ કરવાની અપેક્ષા છે. અમે સાથે મળીને, અમે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા સાથે એક નવો આર્થિક અને સુરક્ષા સંબંધ બનાવીશું. આ સાથે આપણે G-7માં સૌથી મજબૂત અર્થતંત્ર બનાવીશું.

એક અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું કે, ‘કેનેડિયન લોકોએ આ નવી સરકારને મજબૂત જનાદેશ સાથે ચૂંટી છે. જનતાની આકાંક્ષા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે નવા આર્થિક અને સુરક્ષા સંબંધો બનાવવા, જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવા અને મજબૂત અર્થતંત્ર બનાવવાની છે. જેના પર ખરા ઉતરવા માટે, આ નવું મંત્રીમંડળ જોરશોરથી કામ કરશે.


અનિતા આનંદ કેનેડાના વિદેશ મંત્રી બન્યા

અનિતા આનંદ કેનેડાના વિદેશ મંત્રી બન્યા

માર્ક કાર્નીના મંત્રીમંડળમાં, શફકત અલીને ટ્રેઝરી બોર્ડના પ્રમુખ, રેબેકા અલ્ટીને ક્રાઉન-ઇન્ડિજિનસ રિલેશન્સ મિનિસ્ટર, ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેનને નાણા મંત્રી અને રેબેકા ચાર્ટેન્ડને આર્કટિક બાબતોના મિનિસ્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ જુલી ડોબ્રુસિનને સોંપવામાં આવ્યો છે. જ્યારે સીન ફ્રેઝરને ન્યાય મંત્રી બનાવવામાં આવ્યા છે.

ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને પરિવહન અને આંતરિક વેપાર મંત્રી, સ્ટીવન ગિલબોલ્ટને સંસ્કૃતિ મંત્રી, મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી અને ડોમિનિક લેબ્લેન્કને કેનેડા-અમેરિકા વેપાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટમાં, જોએલ લાઇટબાઉન્ડને જાહેર બાંધકામ મંત્રી, હીથ મેકડોનાલ્ડને કૃષિ મંત્રી, સ્ટીવન મેકકિનોનને સંસદમાં ગૃહના નેતા અને ડેવિડ જે. મેકગિન્ટીને દેશના રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.

કેબિનેટમાં ભારતીય મૂળના 3 લોકોને પણ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અનિતા આનંદને કેનેડાના નવા વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ પંજાબ મૂળના નેતા છે અને તેમનો પરિવાર ઘણા સમય પહેલા કેનેડા ગયો હતો. તે લિબરલ પાર્ટીના સક્રિય નેતા રહી છે અને ઘણી વખત સંસદીય ચૂંટણીઓ જીતી ચૂકી છે. તે જસ્ટિન ટ્રૂડોની સરકારમાં મંત્રી પણ હતા.


શું ભારત સાથે કેનેડાના સંબંધો સુધરશે?

શું ભારત સાથે કેનેડાના સંબંધો સુધરશે?

અનિતા આનંદ ઉપરાંત, મનીન્દર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગેરી આનંદ સાંગરીને કેનેડાના નવા જન સુરક્ષા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ તાજેતરની ચૂંટણીઓમાં માર્ક કાર્નીએ લિબરલ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પાર્ટીને પ્રચંડ વિજય મળ્યો હતો. ટ્રૂડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ વણસ્યા હતા. એવામાં, હવે જોવાનું એ રહેશે કે કાર્ની પોતાની પૂર્વવર્તીની નીતિઓનું પાલન કરવાનું ચાલુ રાખશે કે પછી ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top