‘ભારત વિરુદ્ધ મોટા ષડયંત્રની ગંધ...’, પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં શિફ્ટ થયા મોટા આતંકવાદી

‘ભારત વિરુદ્ધ મોટા ષડયંત્રની ગંધ...’, પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં શિફ્ટ થયા મોટા આતંકવાદી

05/08/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘ભારત વિરુદ્ધ મોટા ષડયંત્રની ગંધ...’, પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં શિફ્ટ થયા મોટા આતંકવાદી

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણા પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, સેના અને પાડોશી દેશમાં આતંકવાદીઓના આકા ખુલ્લેઆમ એક સાથે આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ 3 મોટા આતંકી આકાઓ સહિત કેટલાક મોટા આતંકવાદીઓને તેના 4 મુખ્યાલયમાં ખસેડ્યા છે. અન્ય આતંકવાદીઓને હાલ પૂરતું વસ્તીવાળા વિસ્તારોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારત દ્વારા કરવામાં આવેલી તબાહીને કારણે, પાકિસ્તાન માટે આતંકવાદીઓ માટે નવા ઠેકાણા તૈયાર કરવાનું સરળ નહીં  રહે.


પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીને પણ ડર

પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીને પણ ડર

ભારત દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક સ્ટ્રાઈક બાદ, પાકિસ્તાનમાં આતંકવાદના  મુખ્ય ચહેરાઓ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમની સાથે, પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીને પણ ડર છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા, કોઈ અજાણ્યા બંદૂકધારી તેમને નિશાન બનાવી શકે છે. ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અગાઉ જ, ઘણા તાલીમ શિબિરોમાં હાજર આતંકવાદીઓને ત્યાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ, બચી ગયેલા આતંકવાદીઓને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી આદેશો સુધી વસ્તીવાળા વિસ્તારોમાં અથવા તેમના ઘરોમાં રહે.


સેનાના મુખ્યાલયમાં શિફ્ટ થયા આતંકી આકા

સેનાના મુખ્યાલયમાં શિફ્ટ થયા આતંકી આકા

બીજી તરફ આતંકવાદના 3 મોટા ચહેરા મસૂદ અઝહર, હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન સહિત ઘણા મોટા આતંકવાદી કમાન્ડરોને પાકિસ્તાની સેનાના 4 અલગ-અલગ મુખ્યાલયમાં ખસેડવામાં આવ્યા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદના આ ચહેરાઓને પાકિસ્તાન આર્મીના ચોથી કોર લાહોર, પંચમી કોરના કરાચી, 10મી રોરના રાવલપિંડી અને 11મી કોરના પેશાવર મુખ્યાલયમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે પાકિસ્તાની કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ, હાલ પૂરતું, સામાન્ય લોકોને પણ તેમને મળતા રોકી દેવામાં આવ્યા છે.

હવે પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી માટે આતંકવાદીઓ માટે નવા ઠેકાણા તૈયાર કરવાનું સરળ નહીં રહે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી કેમ્પ બનાવી શકાય છે, પરંતુ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના તણાવને કારણે, આ વિસ્તારોમાં નવા કેમ્પ નહીં બનાવી શકાય. બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીની મજબૂત પકડને કારણે, ત્યાં પણ આતંકવાદી છાવણીઓને મોકલી શકાતી નથી. એવું માનવામાં આવે છે કે હવે માત્ર પંજાબ જ બાકી છે જ્યાં આતંકવાદી કેમ્પને મોકલી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top