RCBના આ 5 ખેલાડીઓ પોતાના ભાગ્યને કોસતા હશે! 7 મેચો છતા પીવાડી રહ્યા છે પાણી
રજત પાટીદારના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે IPL 2025માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમ 7 મેચમાંથી 4 મેચ જીતીને ચોથા નંબરે છે. જે રીતે RCB રમી રહી છે, તે જોતા એવું લાગે છે કે તે પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની સંભાવના દેખાઇ રહી છે. પરંતુ આજે અમે તમને RCBના એવા 5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને આ સીઝનમાં હજુ સુધી રમવાની તક મળી નથી.
RCBએ ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર જેકબ બેથેલને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, બેથેલને અત્યાર સુધી IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.
દક્ષિણ આફ્રિકાના અનુભવી ઝડપી બોલર લુંગી એનગિડીને પણ આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. એનગિડીને RCBએ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એનગિડીએ IPLની 14 મેચોમાં 25 વિકેટ લીધી છે.
રોમારિયો શેફર્ડને પણ આ સીઝનમાં RCBએ એક પણ મેચમાં રમડ્યો નથી. વેસ્ટ ઈન્ડીઝના આ ખેલાડીને 1.50 કરોડ રૂપિયામાં RCB ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતીય ખેલાડી સ્વાસ્તિક ચિકારાને પણ અત્યાર સુધી IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. બેંગ્લોરે તેને મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અગાઉ, સ્વાસ્તિક IPLમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.
સ્વપ્નિલ સિંહને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ આ સીઝનમાં એક પણ મેચ રમાડી નથી. ગત સીઝનમાં, તેણે બેટ અને બૉલ બંનેથી ટીમ માટે સારું યોગદાન આપ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp