મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માને અધવચ્ચે જ પેવેલિયન કેમ બોલાવી લીધો? વર્મા માત્ર ચોથો બેટ્સમેન બન્યો
Tilak Varma: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025મા શુક્રવારે હોમ ગ્રાઉન્ડ ઈકાન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હરાવી દીધી. ત્યારબાદ, સૌથી વધુ ચર્ચાનો વિષય લેફ્ટી બેટ્સમેન તિલક વર્મા રહ્યો. બધાને એ વાતથી આશ્ચર્ય થઇ રહ્યું છે કે જ્યારે મુંબઈને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, ત્યારે તિલક વર્માએ 23 બૉલમાં 25 રન બનાવ્યા હતા. પરિણામ એ આવ્યું કે જ્યારે મુંબઇને 7 બૉલમાં જીતવા માટે 24 રનની જરૂર હતી, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે તેને બહાર બોલાવી દીધો. મતલબ કે તિલક વર્મા રિટાયર્ડ આઉટ થઇ ગયો. તેની જગ્યાએ મિશેલ સેન્ટનરને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો નહોતો અને આખરે ટીમ 12 રનથી હારી ગઈ હતી.
IPLમાં આ ચોથી વખત બન્યું, જ્યારે કોઈ બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયો હોય. રવિચંદ્રન અશ્વિન વર્ષ 2022માં આ રીતે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન હતો. ત્યારબાદ 2023મા અથર્વ તાઈડે અને સાઈ સુદર્શન પણ રિટાયર્ડ આઉટ થઇ ચૂક્યા છે.
બાય ધ વે, સવાલ માત્ર તિલક વર્માને લઇને જ નથી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને લઇને પણ છે. એ વાત સાચી છે કે યાદવે 43 બોલમાં 67 રન બનાવ્યા હતા, પરંતુ તેણે પોતાની બેટિંગના અંતિમ હિસ્સામાં ધીમો પડી ગયો હતો. તો, કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ મોડેથી તો મોટા શોટ માર્યા જ, પરંતુ અંત સુધી તેના બેટમાંથી શોટ નીકળી રહ્યા નહોતા. જો કે તિલક કેવો બેટ્સમેન છે તે બધા જાણે છે, પરંતુ 23 બોલમાં 25 રન બનાવ્યા તે કોયડો બની ગયો.
જો કે, તેને બહાર બોલાવવા પર કેપ્ટન હાર્દિકે મેચ બાદ કહ્યું કે, 'અમને તે સમયે મોટા શોટ્સની જરૂર હતી અને તેના બેટથી મોટા શોટ્સ આવી રહ્યા નહોતા. ક્રિકેટમાં આવું થાય છે, જ્યારે તમે ખરેખર મોટા શૉટ મારવાનો પ્રયાસ કરો છો, પરંતુ તમે સફળ થતા નથી, અમારો નિર્ણય બતાવે છે કે અમે આ નિર્ણય કેમ લીધો. જો કે, ચાહકો પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે તિલકના ઈરાદા પર સવાલો ઉભા થઈ રહ્યા
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp