ઈશાન કિશને પાકિસ્તાનના કેપ્ટનની કરી નાખી બેઇજ્જતી, જુઓ વાયરલ વીડિયો

ઈશાન કિશને પાકિસ્તાનના કેપ્ટનની કરી નાખી બેઇજ્જતી, જુઓ વાયરલ વીડિયો

03/27/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ઈશાન કિશને પાકિસ્તાનના કેપ્ટનની કરી નાખી બેઇજ્જતી, જુઓ વાયરલ વીડિયો

Ishan Kishan on Mohammad Rizwan: ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અને પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનિલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ઇશાન કિશન સાથેની તેમની વાતચીત ચર્ચાનો વિષય બની છે. આ વાયરલ વીડિયોમાં, તેણે પાકિસ્તાની વિકેટકીપર અને પાકિસ્તાન વન-ડે ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન પર પણ કટાક્ષ કર્યો છે, જે વિકેટકીપિંગ દરમિયાન વધારે અપીલ કરતો રહે છે.

અનિલ ચૌધરીએ કિશનની પ્રશંસા કરતા કહ્યું કે, તે હવે એક પરિપક્વ ખેલાડી બની ગયો છે. આ સાથે તેમણે એ સવાલ પણ પૂછ્યો કે પહેલા ઇશાન વિકેટકીપિંગ કરતી વખતે ઘણી અપીલ કરતો હતો, પરંતુ હવે એવું નથી કરતો. આ પરિવર્તન કેવી રીતે આવ્યું?


મોહમ્મદ રિઝવાન જેવું કંઈક કરીશ તો...

મોહમ્મદ રિઝવાન જેવું કંઈક કરીશ તો...

ઈશાન કિશને રમુજી અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, "મને લાગે છે કે અમ્પાયરો સ્માર્ટ બની ગયા છે. જો આપણે દર વખતે અપીલ કરીએ, તો અમ્પાયર આઉટને પણ નોટ-આઉટ આપી દેશે. તેનાથી સારું છે એક વખત કરો, જ્યારે પણ યોગ્ય હોય ત્યારે કોલ કરો. તમને લોકોને પણ વિશ્વાસ રહેશે કે યોગ્ય સમયે જ કોલ કરીએ છીએ. નહીંતર, અત્યારે મોહમ્મદ રિઝવાન જેવું કંઈક કરીશ, તો તમે મને એક વાર પણ આઉટ નહીં આપો.


ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે

ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે

ઈશાન કિશન હાલમાં શાનદાર ફોર્મમાં છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે અણનમ 106 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ અગાઉ, SRHએ એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચનું આયોજન કર્યું હતું, તેમાં પણ કિશને તોફાની બેટિંગ કરી હતી. કિશન તેની IPL કારકિર્દીમાં 3,000 રન પૂરા કરવાની ખૂબ નજીક છે. આ માટે તેણે 250 વધુ રન બનાવવા પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top