'બોલરો સાથે આ અન્યાય છે...', લખનૌને જીત અપાવી, પછી શાર્દુલ ઠાકુર IPLના આ નિયમ પર ગુસ્સે થયો

'બોલરો સાથે આ અન્યાય છે...', લખનૌને જીત અપાવી, પછી શાર્દુલ ઠાકુર IPLના આ નિયમ પર ગુસ્સે થયો

03/28/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

'બોલરો સાથે આ અન્યાય છે...', લખનૌને જીત અપાવી, પછી શાર્દુલ ઠાકુર IPLના આ નિયમ પર ગુસ્સે થયો

ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થયેલા બોલર શાર્દુલ ઠાકુરને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમે ખરીદ્યો નહોતો. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે તેને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. તેણે પહેલી બે મેચમાં શાનદાર બોલિંગ કરી છે. શાર્દુલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ભારે તબાહી મચાવી અને ટીમની જીતનો પાયો નાખ્યો. લખનૌએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું. શાર્દુલે ઇમ્પેક્ટ પ્લેયર નિયમની ટીકા કરી છે.


શાર્દુલ ઠાકુરે શું કહ્યું

શાર્દુલ ઠાકુરે શું કહ્યું

શાર્દુલ ઠાકુરે કહ્યું કે, તેને સતત 250 થી વધુ રન બનાવવાનો ટીમોનો ટ્રેન્ડ પસંદ નથી. આ નિયમ લાગૂ થયા બાદ, ટૂર્નામેન્ટમાં સ્કોર્સમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સીઝનમાં, હૈદરાબાદની ટીમ પહેલાથી જ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર (રાજસ્થાન રોયલ્સ સામે 286/6) નોંધાવી ચૂકી છે. શાર્દુલે કહ્યું કે, જુઓ, મને લાગે છે કે આવી પીચો પર બોલરોને ખૂબ ઓછી તક મળે છે. છેલ્લી મેચ પહેલા પણ મેં કહ્યું હતું કે, પીચો એવી રીતે તૈયાર કરવી જોઈએ કે રમત બેટ્સમેન અને બોલરો વચ્ચે સંતુલિત રહે. ખાસ કરીને ઇમ્પેક્ટ સબ-નિયમ લાગૂ થયા બાદ, બોલરો માટે દર વખતે સ્કોરબોર્ડ પર 250, 260 અને 270 રન જોવા યોગ્ય નથી. આ મારો મત છે.


શાર્દુલ ઠાકુરે આ મેચમાં 4 વિકેટ લીધી

શાર્દુલ ઠાકુરે આ મેચમાં 4 વિકેટ લીધી

મેચની વાત કરીએ તો, ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ પર પ્રભુત્વ જમાવ્યું હતું. લખનૌ સામે આમ કરવામાં નિષ્ફળ ગઇ. શાર્દુલ ઠાકુરની શાનદાર બોલિંગે 4 વિકેટ ઝડપીને ટીમને 190 રન સુધી મર્યાદિત કરી દીધી. આ બોલરે ત્રીજી ઓવરમાં સતત 2 બોલ પર અભિષેક શર્મા અને ઇશાન કિશનની વિકેટ લઈને હૈદરાબાદની આશાઓને મોટો ફટકો આપ્યો. અનિકેત વર્મા અને અંતે પેટ કમિન્સ આવ્યા જેમણે સ્કોરને 190 રન સુધી પહોંચાડ્યો.

લક્ષ્યનો પીછો કરતા લખનૌએ બીજી ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ મિશેલ માર્શ અને નિકોલસ પૂરને હૈદરાબાદને વાપસી કરવાની તક આપી નહોતી. વિજયનો લક્ષ્યાંક 16.1 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. માર્શે 31 બોલમાં 52 રન બનાવ્યા જ્યારે પૂરને 26 બોલમાં 70 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મેચનું પાસુ પલટી નાખ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top