હરભજન સિંહે જોફ્રા આર્ચર પર એવી શું ટિપ્પણી કરી દીધી કે તાત્કાલિક કમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની ઉઠી માગ, જુઓ વીડિયો
Harbhajan Singh on Jofra Archer: ગયા રવિવારે IPL 2025માં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 44 રને હરાવી હતી. આ મેચ દરમિયાન જાતિવાદી ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહની ટીકા થઈ રહી છે. વાસ્તવમાં, આ મામલો ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે જોડાયેલો છે, જેને હરભજને 'બ્લેક ટેક્સી' તરીકે સંબોધિત કર્યો હતો. આ પ્રકારની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે અને હરભજનને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના મેચની પહેલી ઇનિંગની 18મી ઓવરમાં બની હતી, જેમાં રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર બોલિંગ કરવા આવ્યો હતો. SRH તરફથી ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન ક્રીઝ પર હાજર હતા. હરભજનની ટિપ્પણી ત્યારની છે, જ્યારે આર્ચરના એક બૉલ પર ક્લાસેને બાઉન્ડ્રી ફટકારી હતી.
[AUDIO] 🔊"London main Jo wohi ha na Kaali taxi " @harbhajan_singh https://t.co/yObPCiRt4a pic.twitter.com/C43kMpPZ3K — Hanan (@MalikSahaab_001) March 23, 2025
[AUDIO] 🔊"London main Jo wohi ha na Kaali taxi " @harbhajan_singh https://t.co/yObPCiRt4a pic.twitter.com/C43kMpPZ3K
હરભજન સિંહે કહ્યું કે, "લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ભાગે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ભાગ્યું છે." આવી ટિપ્પણીઓથી લોકો ગુસ્સે થયા છે અને તેમને IPL 2025ના કોમેન્ટ્રી પેનલમાંથી તાત્કાલિક દૂર કરવાની માંગણીઓ ઉઠવા લાગી છે. એક વ્યક્તિએ કહ્યું કે આવી ટિપ્પણીઓ શરમજનક અને ઘૃણાસ્પદ છે. હરભજનને તાત્કાલિક કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરી દેવા જોઈએ.
IPL 2025 ની શરૂઆત જોફ્રા આર્ચર માટે સારી રહી નહોતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આખી મેચમાં તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો અને 4 ઓવરમાં કુલ 76 રન આપ્યા હતા. આ સાથે, આર્ચર IPLના ઇતિહાસમાં સૌથી મોંઘી સ્પેલ ફેંકનાર બોલર બની ગયો છે. આ પહેલા આ શરમજનક રેકોર્ડ ભારતીય બોલર મોહિત શર્માના નામે હતો, જેણે 2024ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 73 રન આપ્યા હતા.
Racism at Peak 😂😂😂😂 Harbhajan Singh Calling Archer Kali Taxi pic.twitter.com/ijdEqFgNbX — B I S W A J E E T (@Biswajeet_2277) March 23, 2025
Racism at Peak 😂😂😂😂 Harbhajan Singh Calling Archer Kali Taxi pic.twitter.com/ijdEqFgNbX
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp