સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના 25,000થી વધુ શિક્ષકો અને શાળાના કર્મચારીઓની નોકરીઓ રદ કરી દીધી, જ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના 25,000થી વધુ શિક્ષકો અને શાળાના કર્મચારીઓની નોકરીઓ રદ કરી દીધી, જાણો શું છે મામલો

04/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના 25,000થી વધુ શિક્ષકો અને શાળાના કર્મચારીઓની નોકરીઓ રદ કરી દીધી, જ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના 25 હજારથી વધુ શિક્ષકો અને શાળાના કર્મચારીઓની નોકરીઓ રદ કરી દીધ છે. ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે, આ મામલે ગયા વર્ષે આપેલા હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. આ સિવાય આ મુદ્દે 120થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.


સમગ્ર નિમણૂક પ્રક્રિયા જોડ-તોડ અને છેતરપિંડીથી ભરેલી હતી: સુપ્રીમ કોર્ટ

સમગ્ર નિમણૂક પ્રક્રિયા જોડ-તોડ અને છેતરપિંડીથી ભરેલી હતી: સુપ્રીમ કોર્ટ

એપ્રિલ 2024માં આપેલા નિર્ણયમાં હાઈકોર્ટે તમામ નોકરીઓ રદ કરતા આ લોકો પાસેથી વ્યાજ સહિત સંપૂર્ણ પગાર વસૂલવા પણ કહ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જેઓ કામ કરતા હતા તેમને પગાર પરત કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 2016માં હાથ ધરવામાં આવેલી સમગ્ર નિમણૂક પ્રક્રિયા જોડ-તોડ અને છેતરપિંડીથી ભરેલી હતી. 2016માં, રાજ્ય શાળા સેવા આયોગ દ્વારા ભરતી માટે 23 લાખથી વધુ લોકોએ પરીક્ષા આપી હતી. 25 હજારથી વધુ ભરતીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા હતા. હવે સુપ્રીમ કોર્ટે 3 મહિનામાં નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે.


સુપ્રીમે વિકલાંગ કર્મચારીને માનવતાના આધાર પર નોકરી ચાલૂ રાખવાની મંજૂરી આપી

સુપ્રીમે વિકલાંગ કર્મચારીને માનવતાના આધાર પર નોકરી ચાલૂ રાખવાની મંજૂરી આપી

કોર્ટે એમ પણ કહ્યું છે કે, અગાઉના જે ઉમેદવારો નિષ્કલંક હતા તેમને નવી ભરતી પ્રક્રિયામાં થોડી છૂટછાટ આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વિકલાંગ કર્મચારીને માનવતાના આધાર પર નોકરી ચાલૂ રાખવાની મંજૂરી આપી છે. બાકીના વિકલાંગ ઉમેદવારોને નવી ભરતી પ્રક્રિયામાં કેટલીક છૂટ આપવા માટે કહેવામાં આવ્યું છે. સમગ્ર કૌભાંડની CBI તપાસને હાઈકોર્ટે પણ પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ પાસાની સુનાવણી 4 એપ્રિલે કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top