ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, ભાજપના નેતાએ શેર ક

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, ભાજપના નેતાએ શેર કર્યો વીડિયો

03/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, ભાજપના નેતાએ શેર ક

Hyderabad Cops Lathi Charge: દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે મોટી જીત હાંસલ કરી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણા પોલીસે ઉજવણી કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. ભાજપના નેતાએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે અને કોંગ્રેસ પર સવાલ ઉઠાવી દીધા છે.

ભારતીય જનતા પાર્ટીના IT સેલના વડા અમિત માલવિયએ લાઠીચાર્જનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે, "હૈદરાબાદ પોલીસે દિલસુખનગરમાં નાગરિકોને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી કરતા રોકવા માટે લાઠીચાર્જ કર્યો. કરીમનગરમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા. શું કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ એક નવી ચાલ છે? તેઓ ખરેખર કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? ભારતીયોએ પોતાના દેશની જીતની ઉજવણી ક્યાં કરવી જોઈએ?"


મધ્યપ્રદેશના મહુમાં અથડામણ

મધ્યપ્રદેશના મહુમાં અથડામણ

મધ્યપ્રદેશના ઇન્દોર નજીક મહુમાં જામા મસ્જિદ પાસે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઉજવણીની રેલી કાઢવામાં આવી રહી હતી આ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અહીં વિજય સરઘસ કાઢી રહેલા લોકોનો બીજા જૂથ સાથે ઝઘડો થયો હતો અને થોડી જ વારમાં ઝઘડો વધ્યો અને પથ્થરમારો શરૂ થઈ ગયો. પરિસ્થિતિ કાબૂ બહાર જતા બદમાશોએ તોડફોડ શરૂ કરી દીધી હતી. આ વિસ્તારમાં 2 દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી અને 2 વાહનોનો ફૂંકી મારવામાં આવ્યા હતા.


નાગપુરમાં પણ લાઠીચાર્જ

નાગપુરમાં પણ લાઠીચાર્જ

માત્ર તેલંગાણા અને ઇન્દોરમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ લોકો વિજયની ઉજવણી કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ સમય દરમિયાન, ભીડ એટલી વધી ગઈ હતી કે તેને કાબૂમાં લેવા માટે પોલીસે રસ્તા પર આવવું પડ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top